લગ્નના 10 માં જ દિવસે આલિયા ભટ્ટે આપી ખુશ ખબર? જાણીને ચાહકોમાં ખુશીનો માહોલ

ભારતમાં હજુ થોડા દિવસ પેહલાજ સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બનનાર બોલીવુડનું પ્રખ્યાત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન સમારોહ ખુબ ચર્ચમાં હતો અને લોકોને…

ભારતમાં હજુ થોડા દિવસ પેહલાજ સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બનનાર બોલીવુડનું પ્રખ્યાત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન સમારોહ ખુબ ચર્ચમાં હતો અને લોકોને પણ ખુબજ ગમેલો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને દસ દિવસથી વધુ સમય થઈ ગયો છે. બોલિવૂડનું આ સૌથી લોકપ્રિય કપલ પોતાના કામ પર પરત ફર્યું છે. પરંતુ આ દરમિયાન આલિયાને ખુબ સારા સમાચાર મળ્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને દસ દિવસથી વધુ સમય થઈ ગયો છે. બંને એક બીજાના શુટિંગમાં પણ વ્યસ્ત થઇ ગયા છે. રણબીર કપૂરે રશ્મિકા મંદન્ના સાથે ફિલ્મ એનિમલનું શૂટિંગ શરૂ કર્યું છે, ત્યારે આલિયા ભટ્ટ પણ પોતાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. આ દરમિયાન નવી દુલ્હન આલિયા ભટ્ટ માટે એક સારા સમાચાર આવ્યા છે. આ ગુડ ન્યૂઝ માત્ર આલિયા ભટ્ટ માટે જ નહીં, તેના ફેન્સ માટે પણ છે.

અલીયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર સિનેમાની દુનિયાના ટોચના પ્રભાવકોમાં સ્થાન મેળવ્યું છે. વિશ્વભરના આ ટોચના 5 પ્રભાવશાળીની યાદીમાં આલિયા ભટ્ટ એકમાત્ર ભારતીય અને એશિયન કલાકાર છે. આલિયા ભટ્ટ ટોપ 5ની આ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આ યાદીમાં હોલિવૂડ સ્ટાર ઝેન્ડાયા પ્રથમ નંબરે છે, જ્યારે ટોમ હોલેન્ડ બીજા નંબરે, વિલ સ્મિથ ત્રીજા નંબરે અને જેનિફર લોપેઝ પાંચમા નંબરે છે.

આલિયા ભટ્ટ એક દમદાર અભિનેત્રી છે તે તેણે પોતાના અભિનય દ્વારા સાબિત કરી દીધું છે, “RRR” અને “ગંગુબાઈ કાઠિયાવાડી” માં ચમક્યા બાદ આલિયા ભટ્ટ હવે ટૂંક સમયમાં હોલિવૂડ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેની ફિલ્મ નેટફ્લિક્સ સાથે છે. આ ઈન્ટરનેશનલ સ્પાય થ્રિલર ફિલ્મનું નામ “હાર્ટ ઓફ સ્ટોન” છે. આમાં તેની સાથે ગેલ ગેડોટ અને જેમી ડોર્નન જોવા મળશે. આ રીતે હવે તે લોકલમાંથી ગ્લોબલ સ્ટાર બનવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *