એક સમયે કરિશ્મા કપૂરની પાછળના ગ્રુપમાં કરતો હતો ડાન્સ, આજે છે બોલિવૂડ નો મશહુર અભિનેતા- નામ જાણીને તમે પણ ચોકી જશો

કરિશ્મા કપૂર એ પોતાની ફિલ્મ દિલ તો પાગલ હૈ નો એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા માં શેર કરી છે. આ એક ડાન્સ વિડીયોની નાની ક્લિપ છે, જેમાં કરિશ્મા કપૂર બેકગ્રાઉંડ ડાન્સર સાથે ડાન્સ કરી રહી છે. વિડીયોમાં જે ડાન્સર બેકગ્રાઉંડમાં ડાન્સ કરી રહ્યો છે, તેમાંથી હાલનો એક ફેમસ સુપરસ્ટાર પણ ડાન્સ કરતો નજરે ચડી રહ્યો છે.

બૈકગ્રાઉંડ ડાન્સરના ગ્રુપ માં જે સુપરસ્ટાર કરિશ્માની પાછળ ડાન્સ કરતાં દેખાઈ રહ્યા છે, એ કોઈ બીજું નહીં પરંતુ શાહિદ કપૂર છે. તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ તમને જાણ કરી દઈએ કે શાહિદ કપૂર એ પોતાના કરિયર ની શરૂઆત બેકગ્રાઉંડ ડાન્સર તરીકે કરી હતી. શરૂઆત માં શાહિદ કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવવા માટે ઘણી સ્ટ્રગલ પણ કરી રહ્યો હતો.

કરિશ્મા કપૂરની સાથે ફિલ્મ દિલ તો પાગલ હૈ ના ગીત માં બૈકગ્રાઉંડ માં શાહિદ કપૂર ને ડાન્સ કરતાં જોઈ શાહિદ ના ફેંસ ઘણા ઉત્સાહી દેખાઈ રહ્યા છે. ઘણા ફેંસે તો શાહિદને ઓળખી પણ લીધું છે. આ વિડીયો ક્લિપ પર ફેંસ કમેંટ કરીને કહી રહ્યા છે કે, આ વિડીયો દિલ તો પાગલ હૈ ફિલ્મનો છે. એક યુઝર એ સવાલ કર્યો કે, શું બેકગ્રાઉંડ માં શાહિદ કપૂર ડાન્સ કરી રહ્યા છે.

શાહિદ કપૂર એ જ્યારે ફિલ્મોમાં પગ મૂક્યો ન હતો તે પહેલા એ એડ માં કામ કરતાં હતા. મોડલિંગની દુનિયામાં પણ એ ઘણા લોકપ્રિય હતા. 2003માં આવેલી ફિલ્મ ઈશ્કવિશ્કથી ડેબ્યું કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર હિટ ન થઈ હતી, પરંતુ એમની સ્ટાઈલ અને એમના અભિનય ને જોઈ લોકો એમના પર ફીદા થઈ ગયા હતા.

બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર તેના 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેંસએ શાહિદને જન્મદિવસની શુભકામના પાઠવી છે. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ શાહિદના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મીરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર પોતાની અને શાહિદની રોમેન્ટિક તસવીર શેર કરી છે. તસવીરના કેપ્શનમાં મીરાએ લખ્યું છે Happy Birthday to Love of my life.

કબીર સિંહ પસંદ કરનારાઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ કબીર સિંહ મુવીથી બોક્સ ઓફિસ પર હિટ થનાર શાહિદ કપૂર હવે બીજી તેલુગુ સુપરહિટ ફિલ્મ હિન્દી રિમેકમાં જોવા મળશે. કબીર સિંહની સફળતાનો આનંદ માણી રહેલા બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર હવે તેલુગુ ફિલ્મ જર્સીના હિન્દી રિમેકમાં કાસ્ટ થયા છે.

જ્યારે શાહિદને આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે ગૌથમે કહ્યું હતું કે, હું મારી ફિલ્મ જર્સીના હિન્દી રિમેકની ખૂબ જ રાહ જોઉ છું અને તેને રાષ્ટ્રીય સ્તરે દર્શકો સમક્ષ લાવી રહ્યો છું. શાહિદ કપૂરથી વધુ સારું કોઈ નહીં હોઈ શકે. જર્સી ના તેલુગુ વર્ઝનમાં મુખ્ય પાત્રનું નામ અર્જુન છે. આ પાત્ર નાનીએ ભજવ્યું હતું. આમાં ભારતીય ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવવા માટે કરેલા પાત્રનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. જર્સીની હિન્દી રિમેક અલ્લુ અરવિંદ, અમન ગિલ, દિલ રાજુ પ્રોડ્યુસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *