વાયરલ(Viral): ઈન્ટરનેટ પર કાળજું કંપાવી દે તેવો એક વિડીયો ખુબ જ વાયરલ(Viral video) થઈ રહ્યો છે, જેમાં જીવ બચાવનાર એમ્બ્યુલન્સ જ કાળ બની ગઈ હતી. આ હૈયું ચીરી નાખે તેવી ઘટના કર્ણાટક(Karnataka)ના ઉડુપી(Udupi) જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં એક જીવ બચાવવાના પ્રયાસમાં ચાર લોકોને મોતને ભેટવું પડ્યું હતું. વિડિયો જોઈને તમારા રુવાડા બેઠા થઇ જશે. કઠણ કાળજા વાળા વ્યક્તિ જ આ વિડીયો જુએ.
કર્ણાટકના ઉડુપીમાં કુંડાપુર પાસે શિરુર ટોલ પ્લાઝા પર થયેલા આ ગંભીર અકસ્માતનો વિડીયો જોઈને કોઈના પણ પગ નીચેથી જમીન સરકી જશે. કહેવામાં આવી રહ્યું છે કે, સતત વરસાદને કારણે રસ્તો ભીનો થઈ ગયો હતો. આ દરમિયાન એમ્બ્યુલન્સના ચાલકે ગાયને બચાવવા માટે બ્રેક લગાવી હતી, ત્યારપછી વરસાદ બાદ લપસણા બનેલા રસ્તાને કારણે ઝડપભેર એમ્બ્યુલન્સે તેનું સંતુલન ગુમાવી દીધું હતું. આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
ચાર લોકો માટે કાળ બનીને ધસમસતી આવી એમ્બ્યુલન્સ- કઠણ કાળજા વાળા જ જુએ આ વિડીયો #karnataka #accident #horrific #ambulance #kundapur #trishulnews pic.twitter.com/MlyK2HanBq
— Trishul News (@TrishulNews) July 21, 2022
ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે, જેથી દર્દીને યોગ્ય સમયે હોસ્પિટલ લઈ જઈને બચાવી શકાય, પરંતુ કર્ણાટકમાં આ માર્ગ અકસ્માત બાદ હવે એમ્બ્યુલન્સને જોઈને પણ કેટલાક લોકો ડરી શકે છે. વાસ્તવમાં, વરસાદની મોસમમાં, રસ્તા પર વરસાદી પાણીના કારણે વાહનો લપસી જવા અને અકસ્માત થવાનો ભય હંમેશા રહે છે. હાલમાં જ એક બાઇક સવારનો વિડીયો ઇન્ટરનેટ પર સામે આવ્યો હતો, જેમાં બાઇક સવાર વરસાદમાં ભીંજાતા રસ્તા પર લપસી ગયો હતો, પરંતુ સમયસર સમજણ પડતાં તે મોતનો શિકાર બનતો બચી ગયો હતો.
આ વિડીયો જોઇને સારા સારા લોકોના પગ તળેથી જમીન સરકી જશે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. વિડીયો જોઇને અંદાજો લગાવી શકો છો કે, કેવી રીતે વરસાદી પાણીને કારણે એમ્બ્યુલન્સ રસ્તા પર સ્લીપ મારીને ટોલ પ્લાઝા સાથે અથડાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.