‘મારી કાર શા માટે પકડી? મારા બાપા ધારાસભ્ય છે’ સિગ્નલ તોડી BJP MLAની દીકરી ભૂલી ભાન- જુઓ વિડીયો

દિલ્હીમાં ટ્રાફિક પોલીસવાળા સાથે ગેરવર્તણૂકનો મામલો હજુ થાળે પડ્યો નથી ત્યાં તો હવે આવો જ એક કિસ્સો કર્ણાટક(Karnataka)માંથી સામે આવ્યો છે. ત્યાં બીજેપી ધારાસભ્ય(BJP MLA)ની પુત્રીએ પહેલા ટ્રાફિક સિગ્નલ(Traffic signal) તોડ્યું હતું, ત્યારબાદ જ્યારે તેનું ચલણ કાપવામાં આવ્યું તો તે ટ્રાફિક પોલીસકર્મી(Traffic police)ઓ પર ગુસ્સે થઈ ગઈ. આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે આ દરમિયાન યુવતીએ સ્થાનિક પત્રકાર અને કેમેરાપર્સન સાથે પણ ગેરવર્તન કર્યું હતું.

મળતી માહિતી મુજબ, BJP ધારાસભ્ય અરવિંદ નિમ્બાવલીની પુત્રી ગુરુવારે પોતાની BMWમાં બેંગ્લોરમાં જઈ રહી હતી. તેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો. જ્યારે પોલીસકર્મીઓએ તેને રોકી તો તેણીએ તેમની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. છોકરીએ કહ્યું મારી કાર ન પકડો, મારે હવે જવું છે. ઓવરટેકિંગ માટે તમે મારા પર કેસ ન કરી શકો. આ ધારાસભ્યની કાર છે, મારા પિતા ધારાસભ્ય અરવિંદ લિંબાવલી છે.

આમ છતાં ટ્રાફિક પોલીસે તેને 10 હજારનો દંડ ફટકાર્યો હતો. આના પર ધારાસભ્યની પુત્રીએ તેને ઘરે મોકલવા વિનંતી કરી, કારણ કે તે સમયે તેની પાસે દંડ ભરવા માટે પૈસા ન હતા. બાદમાં તેના એક સાથીએ દંડ ભર્યો, ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યા.

રસ્તા વચ્ચે જ કર્યો તમાશો:
પોલીસકર્મીઓ દ્વારા રોકવામાં આવ્યા બાદ યુવતી ગુસ્સામાં આવી ગઈ હતી અને રસ્તામાં પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, યુવતીએ સ્થાનિક પત્રકાર અને કેમેરાપર્સન સાથે પણ ગેરવર્તન કર્યું હતું. દલીલ કરતી વખતે યુવતીએ તેના પિતા ધારાસભ્ય હોવાનો અભિમાન પણ દર્શાવ્યું હતો અને કાર રોકવા પર ધમકી પણ આપી હતી. આ દરમિયાન રાજભવન તરફ જતો રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *