બીજેપી (BJP) ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના (BJP MLA Madal Virupakshappa) પુત્ર પ્રશાંત મદલના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે કર્ણાટકના બીજેપી ધારાસભ્યના પુત્રના ઘરની શોધખોળ બાદ આશરે રૂ. 6 કરોડની રોકડ મળી આવી છે, જે એક દિવસ અગાઉ લાંચ લેતા ઝડપાયા હતા.
લોકાયુક્તની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ બીજેપી ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલના ઘરે દરોડા પાડ્યા અને મોટી માત્રામાં રોકડ રકમ પકડી પાડી હતી. મદલ વિરુપક્ષપ્પા કર્ણાટક રાજ્યની માલિકીની કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડ (KSDL) ના ચેરમેન છે. તે પ્રખ્યાત મૈસુર સેન્ડલ સોપનું ઉત્પાદન કરે છે. તેમનો પુત્ર બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) માં ચીફ એકાઉન્ટન્ટ છે.
40 લાખની લાંચ લેતા ઝડપાયા
લોકાયુક્ત અધિકારીઓએ ગુરુવારે ભાજપના ધારાસભ્ય એમ. વિરુપક્ષપ્પાના પુત્રની 40 લાખની લાંચ લેતા ધરપકડ કરી હતી. લોકાયુક્ત સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રશાંત કુમારની બેંગલુરુમાં તેના પિતાની ઓફિસ કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડ (KSDL)માંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે લાંચ લેતો હતો. લોકાયુક્ત પોલીસના જણાવ્યા અનુસાર, પ્રશાંતે 80 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પ્રશાંતના પિતા કર્ણાટકના દાવંગેરે જિલ્લાના ચન્નાગિરીના ધારાસભ્ય અને KSDLના અધ્યક્ષ છે.
View this post on Instagram
80 લાખની માંગણી કરી હતી
મળેલી માહિતી અનુસાર પ્રશાંત પાસેથી ત્રણ બેગ ભરીને રોકડ મળી આવી છે. 2008 બેચના કર્ણાટક વહીવટી સેવા અધિકારી પ્રશાંતને સાબુ અને અન્ય ડિટર્જન્ટ બનાવવા માટે જરૂરી કાચો માલ ખરીદવાના સોદા માટે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા પકડાયો હતો. એવું કહેવાય છે કે તેણે 80 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
જેની કોન્ટ્રાક્ટરે એક અઠવાડિયા પહેલા લોકાયુક્તને ફરિયાદ કરી હતી, ત્યારબાદ પ્રશાંતને રંગે હાથે પકડવાની યોજના બનાવામાં આવી હતી. લોકાયુક્તના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “કાચા માલની ખરીદી માટે KSDLના ચેરમેન વિરુપક્ષપ્પા વતી રકમ મળી હતી. આરોપી પિતા-પુત્ર KSDLના ચેરમેન અને નાણાં મેળવનારા છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.