કર્ણાટક પેટાચૂંટણીમા કોંગ્રેસના અચ્છે દિન, જનતાએ ભાજપને આપ્યો જાકારો

Published on: 7:30 am, Tue, 6 November 18

બેંગલુરૂ: કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધને લોકસભાની બે બેઠકો અને વિધાનસભાની બે બેઠકો પર જીત મેળવી છે. ભાજપને માત્ર એક લોકસભા બેઠક પર જીત મળી છે. ભાજપે શિમોગા બેઠક પર જીત મેળવી છે. આ બેઠક પર ભાજપના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના પુત્ર રાધવેંદ્ર ઉમેદવાર હતા. કૉંગ્રેસના નેતા શિવકુમારે કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનની જીત પર જનતાનો આભાર માન્યો હતો.

બેલ્લારી બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર વીએસ ઉગરપ્પા 2 લાખ કરતા વધારે મતોથી જીત મેળવી છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

કૉંગ્રેસના કાર્યાલય પર એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે. 2014 લોકસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી. મંડયા લોકસભા બેઠક પવર જેડીએસના શિવરામેગોડાએ જીત મેળવી છે.

જામખંડી વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના આનંદ સિદ્દુ ન્યામાગોડુએ 39480 મતોથી જીત મેળવી છે. રામાનગરમ બેઠક પર જેડીએસના અનિથા કુમારસ્વામીએ 109137 મતોથી જીત મેળવી છે.