કાશીની પવિત્ર ભૂમિ પર PM મોદીનો ભવ્ય રોડ શો, અમિત શાહ સહિત અનેક દિગ્ગજોની હાજરી- જુઓ ફોટોસ

લોકસભા ચૂંટણી માટે 26 એપ્રિલે વારાણસીથી ઉમેદવારીપત્ર ભરતા પહેલા આજે પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો છે. 7 કિલોમીટર લાંબા રોડ શોમાં હજારોની સંખ્યામાં ભાજપ કાર્યકરો અને મોદી સમર્થકો જોડાયા છે. તેમને વારાણસીમાં બીએચયુ ગેટ પર પંડિત મદનમોહન માલવીયાની મૂર્તીને માળા પહેરાવી હતી અને રોડ શોની શરૂઆત કરી હતી. મોદીના આ રોડ શો માં લાખો લોકોની હાજરી દેખાઇ રહી છે. અગાઉ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને અહીં જ રોડ શો કર્યો હતો.

આજની રેલીમાં યુપીમાં સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર છે. ભાજપના સહયોગી દળના અકાલી નેતા બાદલ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, રામવિલાસ પાસવાન, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, સુષ્મા સ્વરાજ અને પિયુષ ગોયલ પણ હાજર છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પણ આ રોડ શોમાં હાજર રહ્યાં છે.

વડાપ્રધાનના રોડ શોમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેય, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, સુષ્મા સ્વરાજ, પીયૂષ ગોયલ, જેપી નડ્ડા, મનોજ સિન્હા, અનુપ્રિયા પટેલ, કેશવ મૌર્ય, હેમામાલિની, મનોજ તિવારી, દિનેશલાલ યાદવ નિરહૂઆ, રવિકિશન વગેરે શામેલ થશે. રોડ શો લંકાથી અસ્સી, શિવાલા, સોનારપુરા, મદનપુરા, ગોદૌલિયા થઇ દશાશ્વેમેધ ઘાટ પહોંચશે, જ્યાં વડાપ્રધાન સહિત તમામ લોકો ગંગા આરતીમાં સામેલ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *