કોંગ્રેસને ઘેરવામાં PM મોદી પોતે જ ઘેરાયા: રાજીવ ગાંધી પરના આરોપોનો કોંગ્રેસે આપ્યો આવો જવાબ

Published on: 5:08 am, Fri, 10 May 19

પ્રધાન મંત્રી દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના INS વિરાટનો ટેક્સીની જેમ ઉપયોગ કરવાના નિવેદન પર યુદ્ધ છેડાઈ ગયું છે. કોંગ્રેસે પણ આ નિવેદનનો વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસની સોશિયલ મીડિયા રણનીતિકાર દિવ્યા સ્પંદનાએ ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ સુમિત્રા પર કેનેડાના નાગરિક અને બોલિવુડના અભિનેતા અક્ષય કુમારને કથિત રીતે પોતાની સાથે લઈ જવા અંગે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસના પૂર્વ સાંસદ દિવ્યા સ્પંદનાએ તેમના ટ્વીટમાં વડાપ્રધાનને ટેગ કરીને પુછ્યું કે, તમે કેનેડાના નાગરિકને અક્ષય કુમારને પોતાની સાથે INS સુમિત્રા પર પોતાની સાથે લઈ ગયા હતા તે યોગ્ય હતું? મહત્વનું છે કે અક્ષય કુમારે તેમના નાગરિકતા સંબંધિત અટકળો પર વિરામ લગાવતા ગત મહિને જ કહ્યું હતું કે, તેમની પાસે કેનેડાનો પાસપોર્ટ છે. સ્પંદનાએ એક આર્ટિકલને પણ ટેગ કર્યો હતો જેમા વર્ષ 2016માં વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય સમૂહ સમીક્ષા દરમિયાન બોલીવુડને સામેલ કરવા અંગે વાંધો ઉઠ્યો હતો.


ઉલ્લેખનીય છેકે પૂર્વ નેવી ચીફે આગળ આવીને મોદીના આરોપોને પાયામાંથી ફગાવી દીધા છે. પૂર્વ ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ એલ. રામદાસએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે અને મુદ્દાસર માહિતી આપી છે.  પીએમ અને તેમના પત્નીની સાથે એ સત્તાવાર પ્રવાસ પર કોઈપણ વિદેશી ન હતું.  નિવેદન INS વિરાટ સાથે જોડાયેલા નેવીના ઘણા અન્ય વરિષ્ઠ અધિકારીઓના ઈનપુટના આધાર પર જાહેર કરાયું છે.

કોંગ્રેસે દાવો કરતા કહ્યું કે, “અક્ષય કુમારે તો પ્રેસીડેન્શિયલ યોચ આઈએનએસ સુમિત્રાને નેવીના અન્ય અધિકારીઓ અને અન્ય અતિથિઓની સાથે ચલાવ્યું પણ હતું.” સ્પંદનાએ અમિતાભ બચ્ચનને પણ કહ્યું હતું કે તેઓ આઈએનએસ વિરાટ પર પોતાનો પક્ષ સ્પષ્ટ કરે. જેમાં એક રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે જેમાં લક્ષદ્વીપના તત્કાલીન પ્રશાસક વઝાહત હબીબુલ્લાહે વડાપ્રધાનના દાવાને નકારી કહ્યું કે કોઈ શંકાની સ્થિતિમાં બચ્ચનને પૂછવું જોઈએ. વડાપ્રધાન મોદીએ બુધવારે એક રેલીમાં આરોપ લગાવતા કહ્યું હતું કે રાજીવ ગાંધી PM હતા ત્યારે ગાંધી પરિવાર વોરશિપ INS વિરાટનો ઉપયોગી ખાનગી ટેક્સી તરીકે કરતા હતા.

આ પહેલાં પણ પીએમ મોદીએ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહ્યા હતા. પીએમએ કહ્યું હતું કે, “શું તે વાતની કલ્પના કરી શકાય છે કે ભારતીય સશસ્ત્ર સેનાઓના વિશેષ યુદ્ધ જહાજને વ્યક્તિગત રજાઓ માટે એક ટેક્સી તરીકે રોકવામાં આવે? એક વંશે આવું કર્યું.”

PM મોદીએ દાવો કર્યો હતો રાજીવ ગાંધીના નેતૃત્વવાળી તત્કાલીન સરકાર અને નેવીએ તેમના પરિવાર તેમજ સાસરીપક્ષના લોકોને મહેમાનગતિ કરાવી અને તેમની સેવામાં એક હેલીકોપ્ટર પણ રાખ્યું હતું. તેઓએ કહ્યું કે જ્યારે એક પરિવાર સુપ્રીમ બની જાય ત્યારે દેશની સુરક્ષા પર ખતરો વધી જાય છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આઈએનએસ વિરાટનો ઉપયોગ એક ખાનગી ટેક્સી તરીકે ઉપયોગ કરી તેનું અપમાન કર્યું હતું. આ ત્યારે થયું જ્યારે રાજીવ ગાંધી અને તેમનો પરિવાર 10 દિવસની રજા પર ગયો હતો. આઈએનએસ વિરાટને આપણી સમુદ્રી સીમાની રક્ષા માટે તહેનાત કરાયું હતું પરંતુ તેનો રસ્તો બદલીને ગાંધી પરિવારને ફેરવવા માટે ઉપયોગ કરાયો હતો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.