ચારેય તરફ પથરાયેલ બરફની વચ્ચે ભગવાન બનીને આવ્યા સેનાનાં જવાનો -જુઓ હ્રદયસ્પર્શી વિડીયો 

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક હ્રદય સ્પર્શી વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક વિડીયો સામે આવી રહ્યો છે. હાલમાં બરફવર્ષને લીધે કાશ્મીર ઘાટીમાં બરફની સફેદ ચાદર ઢંકાઈ ગઈ છે. અહીં સતત કેટલાક દિવસથી બરફવર્ષા શરુ છે.

જમ્મુ કાશ્મીરમાં આવેલ શ્રીનગર તથા ગુલમર્ગ સહિત કેટલાય શહેરમાં માર્ગ તથા ઘર પર કેટલાય ઈંચ સુધી બરફ જામી ગયો છે. બરફ ઢંકાયેલો હોવાને લીધે ઘણીવાર તો રસ્તાઓ પણ દેખાતા નથી. રસ્તાઓ બંધ થઈ ગયા હતાં. આની સાથે જ આવી સ્થિતીમાં હોસ્પિટલ સુધી પહોંચવા માટે ખુબ તકલીફ આવી રહી છે. આવી જ એક ઘટના જમ્મુ કાશ્મીરમાં આવેલ કુપવાડા જિલ્લામાંથી સામે આવ્યો હતો.

5 જાન્યુઆરીએ રાત્રીનાં સમયે 11 વાગ્યાની આજુબાજુ કુપવાડાના COB કરાલપુરામાં આવેલ ફરકિયન ગામમાં અહમદ શેખની પત્ની શબનમ બેગમને અચાનક પ્રસવ પીડા થતા તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. જો કે, આ જગ્યા પર સતત બરફ વર્ષા તેમજ ખરાબ હવામાનને લીધે સ્વાસ્થ્ય કેન્દ્ર તથા પરિવહન સેવા પર સ્થગિત કરવામાં આવી હતી.

જ્યાં સુધી અહીં બરફ સાફ ન થાય ત્યાં સુધી આવી જ પરિસ્થિતી રહેવાની હતી. પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં લઈ પરિવારની દુર્દશાને જોતા કરાલપુરામાં ફરજ બજાવી રહેલ સેનાના જવાનોએ યુદ્ધના મૈદાનમાં સહાયક તથા ડોક્ટરી સુવિધાની સાથે સમયસર તે જગ્યાએ પહોંચ્યા હતા.

સેનાના જવાનોએ આ મહિલાને તેમજ તેના પરિવારને માથે ઉંચકીને અંદાજે 2 કિમી સુધી લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલ પહોંચતાની સાથે જ મેડિકલ સ્ટાફ દ્વારા સારવાર શરુ કરી દેવામાં આવી હતી. સેનાએ અહીં પહેલા સિવિલ પ્રવેશ માટે પરવાનગી લેવામાં આવી હતી.

સમયસર હોસ્પિટલે પહોંચી ગયાં પછી મહિલાએ દિકરાને જન્મ આપ્યો હતો. તેની ખુશીમાં પિતાએ સેનાના જવાનોને મિઠાઈ પણ વહેંચવામાં આવી હતી. તેમના આવા પ્રયાસો બદલ ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ ભારતીય સેનાની કામગીરીને સલામ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *