‘તારક મહેતા કા…’ શો ની આ ખુબસુરત અભિનેત્રીની તસ્વીર પર ગંદી કમેન્ટ કરી તો એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ સતત છેલ્લાં 12 વર્ષથી ટેલીવિઝન પર રાજ કરી રહી છે. હાલમાં આ શો ખુબ ચર્ચામાં આવી રહ્યો છે જેને…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ સતત છેલ્લાં 12 વર્ષથી ટેલીવિઝન પર રાજ કરી રહી છે. હાલમાં આ શો ખુબ ચર્ચામાં આવી રહ્યો છે જેને લઈ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. આ સિરિયલે થોડા સમય પહેલાં જ કુલ 3,000 એપિસોડ પૂર્ણ કર્યા હતા.

આ શો ની ફેન ફોલોઈંગ ખુબ જબરદસ્ત છે. આ શો ના તમામ પાત્ર લાજવાબ છે. શોની પૂરી સ્ટારકાસ્ટ ફેન્સને ખૂબ  પસંદ છે. જેને કારણે તેમને જોઈ દર્શકોને એવું લાગી રહ્યું છે કે, તેઓ રિયલ લાઈફમાં પણ એમની સાથે જ છે. આ શો માં આવું જ એક લોકપ્રિય પાત્ર છે કોમલ હાથીનું,

જેમનું નામ અંબિકા રંજન છે. તેઓએ અન્ય કેટલાક ટેલીવિઝન શો માં પણ કામ કરી ચૂકી છે. ‘હેલ્લો કૌન હૈ જનાબ’, ‘ફિલ્મી ચક્કર’, ‘હંસતે ખેલતે’, ‘હમ સબ બારાતી’ વગેરે જેવા શો માં એમણે કામ કર્યું છે. અંબિકા ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. વર્ષ 2001માં પ્રિયદર્શનની ફિલ્મ ‘યે તેરા ઘર યે મેરા ઘર’ શો માં અંબિકા કામ કરી ચૂકી છે.

જો કે, અંબિકાને સૌથી વધારે ઓળખ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ને કારણે મળી છે. અંબિકા સીરિયલમાં એપિસોડદીઠ કુલ 30,000 રૂપિયા ફી ચુકવે છે. અંબિકા શોમાં એક હાઉસ વાઈફનો રોલ ભજવી રહી છે. જેમાં ડોક્ટર હાથી તેમના પતિ છે.

જેમને હાલમાં જ એક યુઝર દ્વાર ટ્રોલ કરવામાં આવી હતી. જેના પર એક્ટ્રેસે ભડકીને યુઝરને આડે હાથ લીધો હતો. આ શોમાં કોમલ હાથીનો રોલ ભજવતી અંબિકા રંજનકરની ઈન્સ્ટાગ્રામ તસવીર પર યુઝરે ગંદી કમેન્ટ કરી હતી, જેનો ઉત્તર આપવા પર અંબિકાની પ્રશંસા થઈ રહી છે.

અંબિકાની તસવીર પર ટ્રોલરે કમેન્ટ કરતા લખ્યું હતું કે, જા ડુબીને મરી જા ચુલ્લુ ભર પાણીમાં. ત્યારબાદ અંબિકાએ આ ટ્રોલરને આવી ગંદી કમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું હતું કે, હું તને નવા વર્ષની શુભેચ્છાઓ આપવાની સાથે પ્રાર્થના કરું છું કે તૂ જલ્દી ઠીક થઈ જાય. કોઈકને વર્ષના દિવસે આવા કડવા શબ્દો કહેવા તેમજ આ રીતે શુભેચ્છા આપવી…હું સમજી શકું છું કે તૂ કેટલો દુઃખી હોઈશ. હું આશા કરું છું કે, તારા મિત્રો આ પોસ્ટ ન જુએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *