પવિત્ર એકાદશીના દિવસે સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફળનો ભવ્ય અન્નકૂટ- ઘરેબેઠા કરો દાદાના LIVE દર્શન

Shree Kashtabhanjan Dev Hanumanji Temple, Salangpur, Gujarat: સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર વિશ્વવિખ્યાત છે. સાળંગપુરધામમાં સાક્ષાત હનુમાનજી(Salangpur Kashtabhanjan Hanumanji) વિરાજમાન છે. કષ્ટભંજન દેવનું આ મંદિર 200 વર્ષથી વધુ જૂનું છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અહીં સેકંડો લોકો આવે છે. આ મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે.

હનુમાનજી દાદાના દર્શન માટે આજે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનું કીડીયારું ઉભરાઈ રહ્યું છે. ભાવિક ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અને શાંતિ અનુભવી રહ્યા છે.

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર  કરવામાં આવ્યો છે.

ત્યારે આજરોજ દાદાને બપોરે 11 કલાકે ફળનો ભવ્ય અન્નકુટ કરવામાં આવ્યો હતો. તમે પણ દર્શન કરી અન્યને પણ શેર કરજો, જેથી તેઓ પણ દર્શન કરી ધન્યતા અનુભવી શકે.

ભાવનગરથી માત્ર ૮૨ કી.મી. દુર સાળંગપુર(Salangpur Kashtabhanjan Hanumanji) આવેલુ છે. આ મંદિરમાં હનુમાનજીની ખુબજ સુંદર અને અદ્ભુત શણગાર કરવામાં આવે છે. આ મંદીર ખુબ જ પ્રભાવક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.

સાળંગપુર ધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાસ કરીને શનિવારે ખુબજ ભીડ હોય છે. સાળંગપુર ધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પરિસરમાં ૧,૩૫,૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી ૫૪ ફૂટની વિરાટકાય મૂત પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિનું ૩૦ હજાર કિલો વજન વળી બની રહી છે.

સાળંગપુરમાં હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહી લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. સાળંગપુર ગામ બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સવંત 1905માં સ્વામિનારાયણ સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.

ચાલો આપણે સૌ પણ પરિવાર સાથે સાળંગપુર ધામ દાદા ના ધારી અન્નકૂટના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ… બોલો કષ્ટભંજન દેવની જય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *