પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રક આડો આવ્યો ગેંડો, ટ્રકને ઘોબા પાડી દીધા પણ ગેંડાને… જુઓ વિડીયો

આસામ(Assam)ના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ રવિવારે તેમના ટ્વિટર(Twitter) હેન્ડલ પર એક વિડીયો(Viral video) શેર કર્યો હતો, જેમાં એક ગેંડાને ઝડપી ટ્રક સાથે અથડાતો જોઈ શકાય છે, જેના કારણે ગેંડાને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે, અકસ્માત બાદ ગેંડો(Rhinoceros) ઉભો થઈને ફરી જંગલ તરફ જવા લાગે છે અને પાછો સ્લીપ મારીને પડી જાય છે અને ફરીથી ઉભો થઇને જંગલ તરફ જવા લાગે છે.

હકીકતમાં, હાલમાં જ આસામના કાઝીરંગામાં એક ગેંડાને ટ્રકે ટક્કર મારતાં ગંભીર ઈજા થઈ હતી. ખુદ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘ગેંડા અમારા ખાસ મિત્રો છે. અમે તેમના સ્થાને કોઈપણ ઉલ્લંઘનને મંજૂરી આપીશું નહીં.

તેમણે કહ્યું કે હલ્દીબારીમાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ઘાયલ થયેલા ગેંડાને બચાવી લેવામાં આવ્યો છે. સાથે જ આ અકસ્માત માટે જવાબદાર ડ્રાઈવરને દંડ ફટકારવામાં આવ્યો છે. તે જ સમયે, તેમણે કહ્યું કે અમારી સરકાર કાઝીરંગામાં પ્રાણીઓને બચાવવા માટે સંકલ્પબદ્ધ છે અને અમે 32 કિલોમીટરના વિશેષ એલિવેટેડ કોરિડોર પર કામ કરી રહ્યા છીએ.

વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક સ્પીડિંગ ટ્રક રોડ પર આગળ વધી રહી છે. આ દરમિયાન એક ગેંડો જંગલમાંથી બહાર આવ્યા બાદ અચાનક ટ્રક સાથે અથડાય છે. જો કે આ દરમિયાન ટ્રક ચાલક પણ તેને બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમ છતાં ગેંડા ટ્રકના પાછળના ભાગ સાથે અથડાય છે. ટ્રક આગળ વધે છે અને ઘાયલ થયેલો ગેંડા રસ્તા પર પડે છે અને પાછો જંગલમાં જાય છે.

આ પ્રકારના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહેતા હોય છે. પરંતુ હાલમાં આ ગેંડાનો વિડીયો ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. લોકો દ્વારા અલગ અલગ પ્રકારની અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *