હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. જેને જાણીને તમને આશ્વર્ય લાગશે. ‘કૌન બનેગા કરોડપતિ’ શૉમાં કેટલ સ્પર્ધકો ખુબ મોટી રકમથી શું કરવાના છે એની સ્પષ્ટતા કરતા હોય છે. કોઈને પોતાનું ઘર બનાવવું હોય છે અથવા તો કોઈ વ્યક્તિને વિદેશમાં ફરવા જવા માટેનું સપનું હોય છે.
ખુબ ઓછા એવા લોકો હોય છે કે, જે પોતાના વતનની સેવા કરવા માટે રકમનો ઉપયોગ કરતાં હોય છે. કચ્છના હરખચંદ સાવલાએ શૉ માંથી કુલ 50,00,000 રૂપિયા જીતીને વતનને 3 એમ્બ્યુલન્સ દાનમાં આપી છે. કચ્છની પ્રજાને સારી એવી સુવિધા મળી રહે એ હેતુથી આ ત્રણેય એમ્બ્યુલન્સ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને આપી હતી.
આ પ્રસંગે સર્વિસમાં રહેલા તસલીમભાઈ મેમણ, ઈમ્તિયાઝ કુંભાર તેમજ મહેન્દ્ર તબિયારનું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હેમેન્દ્રભાઈ જણસારી કચ્છમાં સેવાકીય પ્રવૃતિઓ માટે ખુબ પ્રખ્યાત છે.
લોકોની માટે નિઃસ્વાર્થ ભાવે તેમજ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સેવા કરે છે. કચ્છમાં આવેલ દયાપર ગામમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ટ્રસ્ટના નવા કાર્યાલયનું રીબીન કાપીને લોકાર્પણ કર્યું હતું. જેમાં ટ્રસ્ટના અનેક સભ્યો તેમજ પદાધિકારીઓ સામેલ થયા હતા.
આની સાથે સરહદ ડેરીના વાઈસ ચેરમેન હસમુખ પટે, ભાજપ તાલુકા પ્રમુખ વેરસજી તુંવર, ઉપસરપંચ ઉસરભાઈ નોતિયાર, સરપંચ ભવાનભાઈ પટેલ તેમજ નલીનભાઈ જણસારી, સૈયદ મામદછા બાવા સહિત કેટલાંક આગેવાનો ઉપસ્તિથ રહ્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમનું આયોજન દીલીપભાઈ જણસારીના સૂચન પ્રમાણે કરવામાં આવ્યું હતું. જ્યારે સંચાલન ચંદ્રદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. હરખચંદ સાવલાએ પોતે જીતેલી રકમ દાનમાં આપી દીધી હતી. મુંબઈ સિવાય જીવનજ્યોત ટ્રસ્ટની શાખા જલગાંવ, સાંગલી તથા કલકત્તા સુધી તેણે વિસ્તારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle