દિવસ દરમિયાન ફક્ત આટલો ટાઈમ સાયકલ ચલાવીને તમારા શરીરને રોગોથી રાખો કાયમ માટે દુર- સાથે જાણો આ જરૂરી વાતો

ખરાબ લાઇફ સ્ટાઇલના કારણે લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. પેટ અને કમરની આસપાસ જેટલી ઝડપથી ચરબી વધે છે, તેને ઘટાડવુંઝ ખુબ જ મુશ્કેલ છે. શું તમે પણ વજન અને ચરબી ઘટાડવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. તમને જાણીને નવાઈ થશે કે સાયકલ ચલાવવાથી વજન અને પેટ પરની ચરબીને ઘટાડવા માટે એટલો જ ફાયદો થાય છે જેટલો જિમમાં કલાકો સુધી વર્કઆઉટ કરવાથી થાય છે, કારણ કે સાયકલ ચલાવવાથી મેટાબોલિક રેટ વધે છે અને સ્નાયુઓ મજબૂત બને છે જેને લીધે શરીર મજબૂત બને છે. શરીર પર રહેલી ચરબીને ઓછી કરે છે.

એક સ્ટડીનું માનવામાં આવે તો વજન ઓછો કરવા માટે તમારે એક્સરસાઇઝ દ્વારા સપ્તાહમાં ઓછામાં ઓછી 2 હજાર કેલરી બર્ન કરવી જોઇએ અને તમેં જાણીને નવાઈ પામશો કે, સાયકલ ચલાવવાથી દર કલાકે 300 જેટલી કેલરી બર્ન થાય છે. આવી સ્થિતિમાં તમે જેટલી સાયકલિંગ કરશો તમારી કેલરી એટલી વધુ બર્ન થશે અને શરીર પરથી વધારાની ચરબી ઓછી થશે. પરંતુ તેના માટે જરૂરી છે કે તમે સાયકલ ચલાવવાની સાથે સાથે જ હેલ્ધી ડાયટ પણ લો.

આ મુજબ સાયકલ ચલાવો થશે ગજબના ફાયદા:

  • તમારે વસ્તુ લેવા બહાર જવાનું હોય અથવા ઓફિસ જવાનું હોય અથવા સ્કુલે કે કોલેજે જવાનું હોય તો સાયકલનો ઉપયોગ કરવો.
  • કેલરી બર્ન કરવામાં મદદ કરવાની સાથે જ સાયકલ ચલાવવાથી સાથે સાથે તમે ઘણા પ્રકારના ગંભીર રોગોથી બચી શકો છો અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
  • સાયકલ ચલાવવાથી તમે હ્રદય સંબંધિત રોગ, સ્ટ્રોક, ડાયબિટીસ અને ડિપ્રેશનથી બચી શકો છો અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
  • સાયકલિંગને એક લો-ઇમ્પેક્ટ એક્સરસાઇઝ ગણવામાં આવે છે, જેને દરેક ઉંમરના લોકો એન્જોય કરી શકે છે અને ઘણા રોગોથી બચી શકે છે.
  • સાયકલ ચલાવવાથી માનસિક સ્વાસ્થ્ય રોગ જેવા ડિપ્રેશન, તણાવ અને ચિંતામાં ઘટાડો કરી શકાય છે અને ફ્રેશ રહી શકીએ છીએ.

દરરોજ કેટલો ટાઈમ સાયકલ ચલાવવી જોઈએ:

સાયકલ ચલાવવી એ માત્ર એક એન્જોય માટેની પ્રવૃત્તિ નથી, પણ તમારા સ્નાયુઓને ટોન કરવા માટે અને તમારા હાડકાંને વધારે મજબૂત કરવા માટે અને વજન ઘટાડવા માટે પણ તે એક પ્રકારની એક્સરસાઇઝ છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે, દરરોજ એક કલાક સાયકલિંગ કરીને, તમે પણ 300 જેટલી કેલરી બર્ન કરી શકો છો. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દરરોજ 30થી 60 મિનિટ સુધી સાયકલ ચલાવવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘણા રોગોમાંથી છુટકારો મેળવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *