હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જે ઘટના વિશે જાણીને તમે ચોંકી જશો. ત્યારે આ ઘટના મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લામાંથી સામે આવી છે. જેમાં પતિ દ્વારા પત્નીને કથિત રીતે યૌન ઉત્પીડન કરવા પર અને લગભગ દોઢ વર્ષથી પત્ની અને તેની બાળકીઓને ઘરમાં ગોંધી રાખવાના આરોપમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
એક પોલીસ અધિકારી ગુરુવારના રોજ જણાવતા કહ્યું હતું કે, સોમવારના રોજ પોલીસે પંઢરપુર શહેરના ઝાંડે ગલી વિસ્તારમાં એક મકાનમાં રેડ પાડી હતી. આ સમય દરમિયાન તે ઘરમાંથી એક મહિલા અને તેમની ત્રણ દીકરીને બહાર કાઢવામાં આવી હતી.
આ સંપૂર્ણ ઘટના અંગે મહિલાના પતિની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલા વિશે પોલીસને ત્યારે ખબર પડી કે એક મહિલાના ઘરની બહાર એક કાગળનો ટુકડો મળી આવ્યો હતો. જે કાગળના ટુકડામાં લખતા જણાવ્યું હતું કે અમારી મદદ કરવામાં આવે. જયારે જે મહિલાને આ કાગળ મળ્યો તેમણે આ વિશે પોલીસને જાણકારી આપી હતી.
ત્યારબાદ પંઢરપુરના નિર્ભયા દસ્તેએ તે ઘર પર ધ્યાન રાખવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તે તમામ પીડિતોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા. મહિલાની દીકરીની ઉમર 8 વર્ષથી 14 વર્ષની વચ્ચે છે. આ સમગ્ર ઘટના અંગે તપાસ દરમિયાન પીડિત મહિલાએ પોલસને જણાવતા કહ્યું છે કે, પુત્રનો જન્મ ન થતા તેમનાથી નારાજ પતિએ તેમને પોતાના જ ઘરની અંદર એક રૂમમાં દોઢ વર્ષથી ગોંધી રાખી હતી. સાથે પીડિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પતી તેમનું યૌન ઉત્પીડન કરતો હતો. સાથે તેમણે જણાવ્યું છે કે પતિએ તેમણે ગર્ભપાત કરવા માટે ઘણી વખત મજબુર કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.