ગુજરાત(Gujarat): આગામી સમયમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી(Gujarat 2022 Assembly Election) યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી બાદ હવે આમ આદમી પાર્ટી(AAP)એ પણ પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની નજર પણ ગુજરાત ની વિધાનસભાની ચુંટણી પર છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીનું ‘કેજરીવાલ બોલ રહા હું’ નવું ગીત(AAP New Song) સામે આવ્યું છે.
આમ આદમી પાર્ટીના કાર્યકરે અરવિંદ કેજરીવાલ પર ગાયું ગીત:
આ રાજકીય માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીનું એક ગીત આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરતા લખ્યું છે કે, “કેજરીવાલ બોલી રહ્યા છે.” અમારા સુરતના કાર્યકર સંજીવ યાદવ દ્વારા આ ગીત લખવામાં આવ્યું છે અને જાતે જ કંપોઝ કરીને ગાયેલું અદ્ભુત ગીત જરૂર સાંભળો.
“केजरीवाल बोल रहा हु।”
हमारे सूरत के कार्यकर्ता संजीव यादव ने खुद लिखा, खुद कम्पोज़ कर के गाया हुआ शानदार गाना जरूर सुनना चाहिए। https://t.co/HbVEfu87Ck
जबरजस्त गाना जरूर सुने, शेयर करे।
— Gopal Italia (@Gopal_Italia) May 16, 2022
ગીતમાં આ મુદ્દાઓને ઉદ્દેશવામાં આવ્યા:
આ ગીતના અમુક અંશો પર નજર કરવામાં આવે તો ગીતમાં શિક્ષણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે ગરીબ લોકો સુધી તમમ સુવિધાઓ પણ પહોંચાડવામાં આવશે તેવો પણ ઉલ્લેખ આ ગીતમાં કરવામાં આવ્યો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી અને પાણી વિશે પણ આ ગીતમાં વાત કરવામાં આવી છે. સાથે સાથે આ ગીતમાં ભ્રષ્ટાચારને લઈને પણ વાત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીનો પ્રચંડ ચુંટણી પ્રચાર શરુ:
આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા અંતર્ગત ગુજરાતની 182 વિધાનસભાને આવરી લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઘર સુધી અરવિંદ કેજરીવાલનો સંદેશો પહોંચાડશે અને દિલ્હી મોડલ પ્રસ્તુત કરશે ત્યારે આ પરિવર્તન યાત્રાને બહોળા પ્રમાણમાં સમર્થન મળતા વિપક્ષી નેતાઓની ઉંઘ ઉડી ગઇ છે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પગપેસારા પછી તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાણે એકદમ એલર્ટ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા, ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી પાડવા માટે આમ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.