અરે આ શું કોરોના સાથે લડવા PM મોદી આવી ગયા હાથી પર- જાણો વાઈરલ ફોટોની હકીકત

બિહારના સમસ્તીપુર જિલ્લામાં જયારે લોકોએ પીએમ મોદીને હાથી પર સવાર થઈને નીકળતા જોયા તો દરેક કોઈ હેરાન રહી ગયું. જોનારાઓને વિશ્વાસ નથી થઈ રહ્યો હતો કે તેના શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાથી પર સવાર થઈને લોકોને કોરોનાવાયરસથી બચવા માટે lockdown અને સોશિયલ distance નું પાલન કરવાનો સંદેશ આપી રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીને હાથી પર સવાર જોઈ લોકોએ રોડ પર કોરોનાને લઈને જાગૃત કરવાના અવાજો સાંભળ્યા. બધા પોત પોતાના ઘરમાંથી આ જોઈ હેરાન થવા લાગ્યા. શું હકીકતમાં pm modi સમસ્તીપુરમાં હાથી પર સવાર થઈ કોરોનાવાયરસને લઈને લોકોને સંબોધિત કરી રહ્યા છે. લોકોનું હેરાન થઈ જવું સ્વાભાવિક હતું . કારણ કે પીએમ મોદી અચાનક તેમના શહેરમાં કઈ રીતે આવી ગયા.

હકીકતમાં પીએમ મોદીની વેશભૂષામાં હાથી પર સવાર થઈ બિહારના સમસ્તીપુરના ભૂપેન્દ્ર યાદવ એ લોકોને કોરોનાવાયરસ પ્રત્યે જાગૃત કર્યા.અહીંયાના કપુરી કોલેજમાં પ્રોફેસર ભૂપેન્દ્ર યાદવ ગુરુવારે શહેરના લોકોને અનોખા અંદાજમાં મળ્યા. તેઓ પીએમ મોદીના બોલવાની નકલ કરતાં લોકોને જાગૃત કરતા જોવા મળ્યા.ભુપેન્દ્ર યાદવે કહ્યું કે તેઓ આ સંકટના સમયે મોદીના નેતૃત્વથી ખુબ ખુશ છે.

વ્યવસાયથી શિક્ષક પ્રોફેસર ભુપેન્દ્ર અને શહેરના રોડ પર લોકોએ જોયા તો હેરાન રહી ગયા.અંદાજ એવો કે અવાજ સાંભળીને ઘરનાં ઝરૂખામાંથી જ લોકોએ તેમનું અભિવાદન કરવાનું શરૂ કર્યું. આ અનોખી પહેલને સમાજના તમામ વર્ગના લોકોએ વખાણ્યું છે.જે રસ્તા પર પ્રોફેસર ભૂપેન્દ્ર યાદવનો કાફલો નીકળી રહ્યો હતો ત્યાં લોકોમાં ઉત્સાહ જોતાં આનંદમાં આવી રહ્યા હતા. કોરોનાવાયરસથી કઈ રીતે બચી શકાય તેના માટે સલાહ આપી રહ્યા હતા.

આ આઇડિયા પશુપ્રેમી મહેન્દ્ર પ્રધાનનો છે. Pm મોદીના એક અવાજ પર લોકોએ જનતા કરફ્યુ, તાળી વગાડવી અને દીપક પ્રગટાવવા એક સકારાત્મક વિચારધારા અંતર્ગત કર્યું. એટલા માટે પીએમ મોદીના હમશકલની શોધ કરી તેમને હાથી પર સવારી કરાવી કોના પ્રત્યે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે.જેના પર લોકોનો પ્રભાવ પડી રહ્યો છે અને સમસ્તીપુરના લોકો lockdown નું પાલન પીએમ મોદીના આદેશ સમજી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *