ગુજરાત(Gujarat): 2022 વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપ(BJP)ની સાથે આમ આદમી પાર્ટી(AAP) ચુંટણીને લઈને તડામાડ તૈયારીઓ કરી રહી છે. AAP દ્વારા હવે ઉત્તર ગુજરાત પર નજર રાખવામાં આવી રહી છે. ભાજપના ગઢ ગણાતા મહેસાણા(Mehsana)માં ગઈકાલે AAPના સંયોજક અને દિલ્હીના અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં AAPના કાર્યકર્તાઓ આ તિરંગા યાત્રામાં ઉમટી પડ્યા હતા. તિરંગા યાત્રા પછી યોજેલી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil)ને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, સી.આર.પાટીલમાં હિંમત હોય તો તેના મોઢે મારું નામ લઈ બતાવે’.
નામને લઈ અરવિંદ કેજરીવાલનો સી.આર.પાટીલને પડકાર:
મહેસાણાની સભા દરમિયાન જાહેર મંચ પરથી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, સી.આર. પાટીલ મારું નામ નથી લઈ રહ્યા. જો સી.આર. પાટીલમાં હિંમત હોય તો જાહેરમાં મારું નામ લઈને બતાવે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, આજે એ જાણીને પણ ખુશી થાય છે કે ગુજરાતના બધા લોકોને ખ્યાલ છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કેટલું સારું કામ કરી રહી છે. અમે દિલ્હીમાં વીજળી ફ્રી કરી દીધી અને આજે ગુજરાતના લોકો પણ કહે છે કે, અમને પણ મફત વીજળી માટે કેજરીવાલ જોઈએ છે.
દિલ્લીના લોકોને 24 કલાક વીજળી મળે છે, કોઈપણ પ્રકારના પાવર કટથી જનતાને હેરાન-પરેશાન થવું પડતું નથી, દિલ્હી સરકારે દિલ્હીમાં શાનદાર સરકારી શાળાઓ બનાવી દીધી, દિલ્હીમાં હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક શાનદાર બનાવી દીધા, દરેક લોકોના ઈલાજ પણ મફત કરી દીધા છે અને આજે ગુજરાતની જનતા પણ આ જ પ્રકારની વિશ્વસ્તરીય સુવિધા ગુજરાતમાં માગી રહ્યા છે. એટલે કે ગુજરાત પરીવર્તન માંગી રહ્યું છે.
કેજરીવાલે વધુમાં જણાવતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટીથી ભાજપ ડરે છે. ભાજપ AAPથી કેમ ડરે છે? આમ આદમી પાર્ટી કટ્ટર દેશભક્ત છે અને કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. ભાજપ, આમ આદમી પાર્ટીની દેશભક્તિ અને ઈમાનદારીથી ડરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.