કોંગ્રેસના નામાંકિત નેતા શશી થરૂરને પીએમ મોદીના વખાણ કરવાનુ ભારે પડી રહ્યું છે. કોંગ્રેસે તેમની પાસે ખુલાસો માંગ્યો છે. કેરાલાના સાંસદ શશિ થરૂરે કહ્યુ હતુ કે, હું છેલ્લા છ વર્ષથી કહું છું કે, જ્યારે પીએમ મોદી કોઈ સારૂ કામ કરે તો તેમા વખાણ કરવા જોઈએ. એવુ કર્યા પછી જો તેમની કોઈ ભૂલની આપણએ ટીકા કરીશું તો લોકોમાં આપણી વિશ્વસનિયતા વધશે. હું એ લોકોનુ સ્વાગત કરૂં છું જે મારી આ વાતના સમર્થનમાં છે.
હાલ તો, કોંગ્રેસને થરૂરની વાત પસંદ આવી નથી. કેરાલા કોંગ્રેસના પ્રમુખે શશી થરૂર પાસે આ નિવેદન બદલ ખુલાસો માંગ્યો છે. કોંગ્રેસના કેરાલા પ્રમુખ મુલાપલ્લી રામચંદ્રને કહ્યુ હતુ કે, થરૂર પાસે અમે પીએમ મોદીના વખાણ કરવા બદલ સ્પષ્ટતા માંગી છે. એ પછી ભવિષ્યમાં તેમની સામે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બીજા બે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ જયરામ રમેશ અને અભિષેક મનુ સિંઘવીએ પણ ક્હયુ હતુ કે, દરેક વખતે મોદીને નિશાન બનાવીને ટિકા કરવી યોગ્ય નથી. તેમણે લીધેલા કેટલાક સારા નિર્ણયોની પણ વાત થવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.