દેશભરમાં ફરી એક વખત કોરોના વાયરસના વધતા મામલાઓને ધ્યાનમાં રાખીને કેરળમાં ફરી એક વખત સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે સંપૂર્ણ લોકડાઉન ફક્ત શનિવાર 24 તારીખ અને રવિવાર 25 જુલાઈએ રાખવામાં આવ્યું છે. કેરળ સરકારની તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈન્સ અનુસાર 24 અને 25 તારીખે 12 અને 13 જૂન 2021નાં રોજ જાહેર કરેલા નિર્દેશોની સાથે પૂર્ણ લોકડાઉન લાગું રહેશે.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા મંગળવારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલી રહેલા કોવિડ -19 પ્રતિબંધો હજી બીજા અઠવાડિયા સુધી ચાલુ રહેશે, કેમ કે સરેરાશ સંક્રમણ દર હજુ પણ 10 ટકાથી ઉપર છે. મુખ્યમંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટે બકરી ઈદ પહેલાં સંક્રમણ ના ઉચ્ચ દર ધરાવતા વિસ્તારોમાં લોકડાઉન પ્રતિબંધોને હળવા કરવાના રાજ્ય સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો.
There will be a complete lockdown on 24th and 25th July 2021 (Saturday and Sunday) with the same guidelines as issued for 12th and 13th June 2021: Government of Kerala pic.twitter.com/U82uLBsh2g
— ANI (@ANI) July 21, 2021
કોરોના સંક્રમણ વધ્યુંં?
આ દરમિયાન વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આદેશ રાજ્ય સરકાર માટે એક મોટો ઝટકો છે. રાજ્ય ભાજપ પ્રમુખ કે સુરેન્દ્રને પત્રકારોને જણાવ્યું હતું કે, “આ પિનરાય વિજયન સરકારના ચહેરા પર થપ્પડ છે.” વિજ્યને દૈનિક કોવિડ -19 સમીક્ષા બેઠકમાં કહ્યું કે 21 જુલાઈના રોજ બકરી ઈદ ઉત્સવને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસ માટે પ્રતિબંધોમાં આપવામાં આવેલી ઢીલ આજે સમાપ્ત થઈ જશે. . તેમણે કહ્યું કે શુક્રવારે ત્રણ લાખ વધારાના કોવિડ પરીક્ષણો કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.