આ છે આપણા દેશના નેતાઓ! રાષ્ટ્રધ્વજ તો ફરકાવ્યો, પણ ઉંધો- વિડીયો જોઇને શું કહેશો?

કેરળ(Kerala)ના એક મંત્રીએ બુધવારે કાસરગોડ(Kasargod) જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રધ્વજ(National flag) ઊંધો ફરકાવ્યો હતો, જેનાથી રાજકીય વિવાદ સર્જાયો હતો. વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ ત્રિરંગાનો…

કેરળ(Kerala)ના એક મંત્રીએ બુધવારે કાસરગોડ(Kasargod) જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રધ્વજ(National flag) ઊંધો ફરકાવ્યો હતો, જેનાથી રાજકીય વિવાદ સર્જાયો હતો. વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ ત્રિરંગાનો અનાદર દર્શાવવા બદલ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ડાબેરી સરકારમાં પોર્ટ્સ અને આર્કિયોલોજી પોર્ટફોલિયો સંભાળતા મંત્રી અહેમદ ડેવરકોવિલે બુધવારે સવારે કાસરગોડ મ્યુનિસિપલ સ્ટેડિયમમાં ધ્વજ ફરકાવ્યો. ઇન્ડિયન નેશનલ લીગ (INL) ના નેતા, જે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ માર્ક્સિસ્ટ (CPM)ની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ના સાથી છે, ડેવરકોવિલ જિલ્લા મુખ્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા.

ચોંકાવનારી વાત એ છે કે આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો સહિત કોઈએ પણ આ અંગે ધ્યાન આપ્યું ન હતું. ધ્વજ ફરકાવ્યા બાદ મંત્રીએ ધ્વજને સલામી આપી અને ભાષણ આપવાનું શરૂ કર્યું. દરમિયાન, ઘટનાને કવર કરવા માટે ત્યાં હાજર કેટલાક મીડિયાકર્મીઓએ ભૂલ તરફ ધ્યાન દોર્યું. પછી મંત્રી તરત જ પાછા આવ્યા, ધ્વજ નીચે કર્યો અને ફરીથી ધ્વજને યોગ્ય રીતે ઊભો કર્યો. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રને દેવરકોવિલને તાત્કાલિક રાજીનામું આપવા કહ્યું અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ મંત્રી અને સંબંધિત અધિકારીઓ સામે પોલીસ કેસ નોંધવાની માંગ કરી.

તિરંગો ઊંધો ફરકાવ્યા બાદ પણ મંત્રીએ સલામી આપી:
સુરેન્દ્રને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તે ગંભીર ચિંતાની વાત છે કે મંત્રીએ પણ ત્રિરંગો ઊંધો ફરકાવીને સલામી આપી હતી. તે હાસ્યાસ્પદ છે કે આવી ગંભીર ભૂલ હોવા છતાં, ન તો મંત્રી કે અધિકારીઓને ભૂલનો અહેસાસ થયો.” સુરેન્દ્રને રાજ્યના ડીજીપીને આ ઘટનાની તપાસનો આદેશ આપવાની માંગ કરી. આ પ્રસંગે હાજર રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાજમોહન ઉન્નિથને આ ઘટનાને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવી હતી અને આ અંગે રાજ્ય સરકાર પાસેથી પગલાં લેવાની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *