ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં ત્રીજું મોત થતા ખળભળાટ મચી ગયો છે. દેશમાં આ વાયરસથી ત્રીજુ મૃત્યુ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના કસ્તુરબા હોસ્પિટલમાં મંગળવારે 64 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અગાઉ પણ બે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસનો ખતરો રોજબરોજ વધી રહ્યો છે. આ જીવલેણ વાયરસના ભરડામાં આવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકો કોરોના વાયરનો શિકાર બની ચુક્યા છે. ભારતમાં હાલ કોરોના વાયરસનું 2 સ્ટેજ ચાલી રહ્યું છે. ભારતમાં કોરોનાથી 130થી વધુ લોકો સંક્રમિત છે અને 3 લોકોનાં અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. ભારત પ્રયાસ કરી રહ્યું છે કે તે કોરોના વાયરસના સ્ટેજ-3માં પહોંચે નહીં.
આવામાં લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર કોરોના વાયરસથી બચવાના ઉપાય જણાવી રહ્યા છે. આ સાથે જ કોરોના વાયરસ વિશે જાગૃતિ ફેલાવવા માટે કેરળ પોલીસે પણ એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોને સ્ટેટ પોલીસ સેન્ટર કેરળે શૅર કર્યો છે. તેની સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, ગભરાવવાની જરૂર નથી, સાવધાનની જરૂર છે. ચાલો સાથે મળી કામ કરીએ. કેરળ પોલીસ તમારી સાથે છે. આ વીડિયોને અત્યાર સુધી 8 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથોસાથ 29 હજાર લાઇક્સ અને 2 હજારથી વધુ કોમેન્ટ્સ મળી ચૂકી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસકર્મીઓ હાથ સ્વચ્છ રાખવા વિશે ડાન્સ કરીને જાગૃતિ ફેલાવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણથી ફેલાવવાથી બચવાના ઉપાયને મનોરંજક રીતે દર્શાવતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયો લોકોને ખુ જ ગમ્યો છે. આ વીડિયોનો વ્યાપ માત્ર કેરળ પૂરતો મર્યાદિત ન રહેતાં દેશના તમામ રાજ્યોમાં ફેલાઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.