કેતુનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ થતા આ 5 રાશિના જાતકો રહે સાવધાન! જીવનમાં આવી શકે છે મુશ્કેલી

Ketu Gochar 2023:26 જૂનના રોજ સાંજે 06:13 વાગ્યે પાપ ગ્રહ કેતુનું ચિત્રા નક્ષત્રમાં ગોચર થયું છે. આ કારણોસર 5 રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આરોગ્ય, પગાર, આવક તથા સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. રાહુ અને કેતુનું નિર્માણ રાક્ષસથી થયું હોવાને(Ketu Gochar 2023) કારણે તેને પાપ ગ્રહ માનવામાં આવે છે, અને તેણે છળ કપટથી અમૃત ગ્રહણ કર્યું હતું.

હરિ વિષ્ણુએ તેનું માથું ધડથી અલગ કરી દીધું, પરંતુ અમૃતની અસરના કારણે માથુ અને ધડ જીવિત હતું. શરીરના આ બંને હિસ્સાને રાહુ અને કેતુ તરીકે ઓળખવામાં આવે છે. 7 ગ્રહમાં આ બે ગ્રહ ઉમેરાતા 9 ગ્રહ બન્યા. અનેક વાર રાહુ અને કેતુ શુભ ફળ પણ પ્રદાન કરે છે, તો ક્યારે અશુભ ફળ પ્રદાન કરે છે. કેતુનું ચિત્રા નક્ષત્રમાં ગોચર થવાથી કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું

મિથુન:
કેતુનુ ચિત્રા નક્ષત્રમાં ગોચર થવાને કારણે આ રાશિના જાતકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મન એકાગ્ર નહીં રહે અને સફળતા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. પ્રેમ સંબંધમાં ગેરસમજણ ઊભી થઈ શકે છે, જેના કારણે લવ લાઈફમાં મુશ્કેલી આવી શકે છે. પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ના ઉતરવું, વાણી અને વ્યવહાર પર સંયમ રાખવો.

કર્ક:
આ રાશિના જાતકોના ઘરમાં કલેશની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. શુક્ર સાથે કેતુની નકારાત્મક અસર જોવા મળી શકે છે. શુક્ર સાથે કેતુની નકારાત્મક અસર જોવા મળી શકે છે. માતાની તબિયત બગડી શકે છે, જેથી તેમનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે.

કન્યા:
આ રાશિના જાતકોએ વાણી પર સંયમ રાખવો અને કડવી બોલીના કારણે સંબંધો પર નકારાત્મક અસર થઈ શકે છે. પરિવાર અને મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. કેતુના કારણે સ્વજનોથી અલગ થવું પડી શકે છે, આવકનો સ્ત્રોત અવરોધાઈ શકે છે. જેના કારણે તણાવ સર્જાઈ શકે છે. આ દરમિયાન સમજી વિચારીને રોકાણ કરવાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે.

મકર:
જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે, તેમના નફામાં ઘટાડો થઈ શકે છે. નવી યોજનાઓને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરવાની રહેશે. બિઝનેસમાં અનેક પડકારનો સામનો કરવો પડી શકે છે, તણાવનો સામનો કરવો પડી શકે છે. નિયમ અને કાયદાને ધ્યાનમાં રાખીને કામ કરવું, નહીંતર પરેશાન થઈ શકો છો.

મીન:
આરોગ્ય બાબતે પરેશાની આવી શકે છે. સાવધાની પૂર્વક વાહન ચલાવવું. આગના કારણે જોખમ આવવાની સંભાવના છે. જૂની બિમારીને કારણે પરેશાન થઈ શકો છો. કામમાં ગોપનીયતા રાખવી, કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *