બ્લોકબસ્ટર ફિલ્મ KGF ની આગામી સિરિઝનું ટ્રેલર આવશે આ તારીખે

ફિલ્મ જગતમાં કેટલીક સુપર હીટ ફિલ્મો આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક ફિલ્મ કે, જેની લોકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે એને લઈ એક જાણકારી સામે આવી રહી છે. આ ફિલ્મનું નામ KGF 2 છે. પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટર કરવામાં આવેલ KGFના પ્રથમ પાર્ટને ધમધોકાર સફળતા મળી હતી.

ત્યારપછીથી જ ફિલ્મ નિર્માતાઓએ તેના બીજા પાર્ટની તૈયારીની શરુઆત કરી દીધી હતી. હવે એક બાદ એક પોસ્ટર બાદ બોલિવૂડ અભિનેતા સંજય દત્તે પણ ફિલ્મમાં પોતાનો ફર્સ્ટ લૂક રીલિઝ કર્યો છે. આની સાથે જ ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત નીલે ટીઝર ક્યારે રીલિઝ થશે તે અંગેની પણ જાણકારી આપવામાં આવી છે.

ડિરેક્ટર પ્રશાંત નીલ દ્વારા ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરવામાં આવી હતી. આની સાથ જ લખ્યું હતું કે, “The countdown to the opening of the empire door begins now!” જ્યારે સંજય દત્તે પણ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટર શૅર કરતાં કહ્યુ હતું કે, ફિલ્મનું ટીઝર 2 દિવસ બાદ રીલિઝ થવા માટે જઈ રહ્યું છે.

સંજય દત્ત આ ફિલ્મમાં ‘અધિરા’નો રોલ ભજવી રહ્યો છે. સંજય દત્તે પોતાનું પોસ્ટર રીલિઝ કરતા જણાવ્યું હતું કે, તમારી વચ્ચે હાજર છે. ‘અધીરા’ તેમજ ફિલ્મનું ટીઝર 2 દિવસ બાદ એટલે કે 8 જાન્યુઆરીએ સવારનાં 10.18 કલાકે આવવાનું છે. ફિલ્મના પોસ્ટરમાં સંજય દત્તે મેટલની તલવાર પકડેલી છે. આ ફિલ્મમાં સંજય દત્તની ઉપરાંત રવિના ટંડન, યશ, પ્રકાશ રાજ તથા શ્રીનિધિ શેટ્ટી લીડ રોલમાં જોવા મળશે.

KGF ચેપ્ટર 2 :
આ ડિરેક્ટરની આ ત્રીજી ફિલ્મ હશે. પ્રશાંત નીલે ઈન્ડસ્ટ્રીમાં કરિયરની શરુઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે ‘Ugramm’ જેવી અનેક સુપરહિટ ફિલ્મ આપી છે. આ ફિલ્મથી તેમણે પોતાની ફિલ્મ મુસાફરીની શરૂઆત કરી હતી. આની ઉપરાંત અભિનેતા શ્રીમુરલીના કરિયરને પણ આગળ ધપાવવામાં ખૂબ જ મદદ કરી હતી. આ ફિલ્મે સાબિત કરી બતાવ્યુ કે, ડિરેક્ટર પ્રશાંત લાંબી રેસના ઘોડા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *