ગુજરાતના સોનું સુદ(Gujarat’s gold interest) એવા ખજૂરભાઈ(Khajurbhai) એટલે કે નીતિન જાની(Nitin Jani) ગરીબ લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. તે લોકો માટે દેવદૂત બનીને સામે આવ્યા છે. ખજૂરભાઈ અને તેમની ટિમ પીડિત લોકોની મદદ કરવા માટે સતત કાર્યરત રહે છે.
દરેક પીડિત લોકોની સંપૂર્ણ મદદ કરવા માટે ખજુરભાઈ હંમેશા તત્પર હોય છે. થોડાક સમય પહેલા તાઉતે વાવાજોડાના(Taute hurricane) કારણે ઘણા લોકોએ પોતાના ઘરની છત ગુમાવી દીધી હતી. તે દરમિયાન ખજૂરભાઈ અને તેમની ટિમેં અસરગ્રસ્થ થયેલા ગામડામાં ખડેપગે રહીને તેમની મદદ કરી હતી.
તે સમયે ઘણા એવા પરિવારો પણ હતા કે, તેમની પાસે ખાવા માટે પૂરતું કરિયાણું પણ ઉપલબ્ધ ન હતું, આ દરમિયાન ભગવાન રૂપી ખજૂરભાઈ બન્યા હતા. ત્યારે ખજુરભાઈએ તેમની દરેક મદદ પરિપૂર્ણ કરી હતી. નિતિન જાની એટલે કે, ખજૂરભાઈના આ નેક કામ માટે લોકો તેમને ‘ગુજરાતનો સોનુ સુદ’ જણાવી રહ્યા છે.
નિતિન જાનીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 22 માર્ચે જ્યારે લૉકડાઉન થયું હતું, ત્યારથી જ હુ લોકોની મદદ માટે આગળ આવ્યો છું. નિતિન જાનીએ નક્કી કર્યું હતું કે, મારો બર્થડેના દિવસે જ હું આવા લોકોની મદદ કરું તું કેટલું સારું. તેને કારણે તેમની સગવડો પરિપૂર્ણ થઇ શકે છે.
ખજૂરભાઈએ જણાવ્યું હતું કે, સફળ વ્યક્તિએ નથી જે હજારો રૂપિયા કમાય પરંતુ સફળ વ્યક્તિએ છે જ્યારે કોઈ મુસીબતમાં હોય ત્યારે તે લોકોની મદદ કરે. ખજૂરભાઈના આવા અનેક ગરીબ લોકોની મદદ કરી છે તે બદલ જીવનમાં ખૂબ આગળ વધે તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.