કોણ છે એ કંપનીનું માલિક કે જેણે SDB ના વહીવટદારોને PM મોદી આવે એ પહેલા દોડતા કર્યા?

આવતી 17 ડીસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું (Surat Diamond Bourse) લોકાર્પણ કરવા આવે એ પહેલા SDB ના સંચાલકો અને વહીવટદારો દોડતા થઇ…

આવતી 17 ડીસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું (Surat Diamond Bourse) લોકાર્પણ કરવા આવે એ પહેલા SDB ના સંચાલકો અને વહીવટદારો દોડતા થઇ ગયા છે. SDB નું બાંધકામ કરનાર કોન્ટ્રકટર કંપની PSP એ કોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે SDB સંચાલકોને બાકી લેણિયાત રકમની સિક્યુરીટી માટે 100 કરોડ જમા કરાવવાનો આદેશ કર્યો છે. ત્યારે આ બાબતે ત્રિશુલ ન્યૂઝનો અહેવાલ પ્રસિદ્ધ થતા ડાયમંડ બુર્સના સંચાલકોએ ખુલાસો કરવો પડ્યો છે અને PSP પર સમા આરોપો લગાવીને કોર્ટ કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.

શું છે SDB અને PSP નો વિવાદ?

ડાયમંડ બુર્સનું નિર્માણ કરનાર બાંધકામ કંપનીને ડાયમંડ બુર્સના વહીવટદારોએ SDB બાંધકામના 538 કરોડ ના ચૂકવતા હવે તે બાંધકામ કંપનીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કંપની દ્વારા ડાયમંડ બુર્સ પર 538 કરોડ રૂપિયા અને કેસ દાખલ કર્યાની તારીખ સુધીનું વ્યાજ મળીને કુલ 631 કરોડનો ક્લેઇમ કરવામાં આવ્યો છે.

શું કહ્યું બુર્સના વહીવટકર્તાઓએ?

ડાયમંડ બુર્સના બાંધકામ કમિટી ચેરમેન લાલજી પટેલે જણાવ્યું હતું કે, અમારે એકપણ રૂપિયો આપવાનો નીકળતો નથી અને આપવાના પણ નથી. આ બાંધકામનો કોન્ટ્રાક્ટ PS પટેલને આપવામાં આવ્યો હતો. 98 ટકા રૂપિયા ચૂકવી દીધા છે. બે ટકા રૂપિયા ચૂકવવાના બાકી છે. કામ જેટલું બાકી છે તેટલા જ રૂપિયા ચૂકવવાના બાકી છે.

ડાયમંડ બુર્સ નું બાંધકામ કરનાર PSP પ્રોજેક્ટ્સ લિમિટેડ એ એક સનાક્લિત એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ કન્સ્ટ્રક્શન (EPC) કંપની છે. PSPPL ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના દરેક પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાનો અવિશ્વસનીય ટ્રેક રેકોર્ડ ધરાવે છે. પ્રહલાદભાઈ શિવરામભાઈ પટેલ PSP કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને CEO છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

PSP કંપની પીએસ પટેલની જવાબદારી હેઠળ સમગ્ર ભારતમાં આઇકોનિક પ્રોજેક્ટ્સનું નિર્માણ કરીને તેની ઓળખાણમાં સતત સુધારો કરી રહી છે. PSPPL “સુરત ડાયમંડ બુર્સ (SDB)” ના નિર્માણ માટેની જવાબદારી સંભાળે છે, જે હવે વૈશ્વિક સ્તરે સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે ઓળખાઈ રહી છે.

PSP કોઈ નાની કંપની નથી. તેણે પૂર્ણ કરેલા પ્રોજેક્ટની યાદી જોઇને તમે કદાચ એવું માની શકો કે ગુજરાતના સૌથી મોટા બાંધકામ કોન્ટ્રકટર જ PSP હશે. ક્યા કયા પ્રોજેક્ટ પૂર્ણ થયા છે?: કાશી વિશ્વનાથ કોરિડોર, યુપી., નેસ્લે પ્લાન્ટ, સાણંદ, પ્રેસ્ટિજ ફિનટેક – ગિફ્ટ સિટી, લીલા હોટેલ – ગરુડ, ગાંધીનગર, ગિફ્ટ સિટી ખાતે બ્રિગેડ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર, મેટ્રો ડેપો, ગ્યાસપુર, એમઆરએફ પ્લાન્ટ, દહેજ, ગ્રાન્ડ મર્ક્યુર હોટેલ – ગિફ્ટ સિટી, સાબરમતી રીવરફ્રન્ટ હાઉસ, ગુજરાત સરકારનું Swarnim Sankul, સાબરમતી રીવરફ્રન્ટ, ગુજરાત વિધાનસભાનું નવું બિલ્ડીંગ, ઝાયડસનું કોર્પોરેટ હાઉસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *