ગુજરાત(Gujarat): દ્વારકા(Dwarka)ના ખંભાળિયા(Khambhaliya)ના ગાયત્રીનગરમાં રહેતા ભાજપ(BJP) મહિલા મોરચાના પ્રમુખની દીકરીએ ઝેરી પાઉડર પી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજયુ હતુ. મૃતકે ભાવિ પતિ સાથે કોઇ કારણસર ઝઘડો થતા મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.
આ બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ સુત્રોમાંથી મળતી જાણકારી અનુસાર ખંભાળીયાના ગાયત્રીનગરમાં સિકોતેર પાનની સામેની ગલીમાં રહેતા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન ધર્મેન્દ્રભાઈ હરિલાલ જોષીની પુત્રી હેમાંગીબેન (ઉ.વ. 22)ને તેના ભાવી પતિ સાથે કોઈ બાબતે ઝઘડો થવાને કારણે હેમાંગીબેનએ પોતાના ઘરે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી જતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃત્યુ પામનાર હેમાંગીબેનની સગાઈ એકાદ વર્ષ અગાઉ ખંભાળિયામાં રહેતા એક યુવક સાથે થઇ હતી અને છેલ્લા ઘણા સમયથી કોઈ કારણોસર તેના ભાવિ પતિ સાથે ઝઘડો થતાં મનમાં લાગી આવતા હેમાંગીબેનએ ઝેરી દવા પી લેતા ત્યાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જયાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. આ બનાવના લઈને મૃત્યુ પામનાર હેમાંગી બેનનું મરણોત્તર નિવેદન લઇ પોલીસ દ્વારા તેના ભાવિ પતિ વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.