Khan Sir ફરી વિવાદોમાં… જુઓ એવું તો શું બોલી ગયા કે, દિગ્ગજ નેતાઓએ કરી ધરપકડની માંગ

પટના (Patna)ના સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam)ઓની તૈયારી કરાવનાર શિક્ષક ખાન સર(Khan Sir) ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. હાલ તેમનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો…

પટના (Patna)ના સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam)ઓની તૈયારી કરાવનાર શિક્ષક ખાન સર(Khan Sir) ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. હાલ તેમનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે સુરેશ અને અબ્દુલ વિમાન ઉડાડતા હોવાનું ઉદાહરણ આપી રહ્યા છે. જેના કારણે કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરીને તેમની ધરપકડની માગ કરી છે.

હાલ Khan Sir નો આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે કેટલાક શબ્દો એવા છે જેના બે અર્થ છે. ઉદાહરણ આપતા ખાન સરે કહ્યું- સુરેશે પ્લેન ઉડાડ્યું અને અબ્દુલે પ્લેન ઉડાડ્યું. બંને જગ્યાએ ઉડાડ્યું શબ્દ છે, પરંતુ બંનેના અર્થ અલગ છે. જેમ કે જો તમે કહો કે સુરેશે વિમાન ઉડાડ્યું, તો અર્થ એક છે. બીજી તરફ, જો તમે એમ કહો કે અબ્દુલે વિમાન ઉડાડ્યું તો તેનો અર્થ એ છે કે વિમાનને ભડકાવ્યું.

ત્યારે આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અસિત નાથ તિવારીએ જણાવ્યું છે કે, આજે બાળકોને સારી રીતે ભણાવતા શિક્ષક પણ એ ગંદી વિચારસરણીનો ભોગ બન્યા છે. એ ખરેખર આપણી કમનસીબી કહેવાય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 1947માં ઝીણા દેશના ભાગલા પાડ્યા બાદ અલગ થઈ ગયા. પાકિસ્તાન ગયા, પરંતુ તેમના મિત્ર શ્યામા પ્રસાદ મુખર્જી અહીં જ રહ્યા. જિન્નાહની વિચારસરણી આ દેશમાં વારંવાર ઉભી થઈ જાય છે. ઝીન્ના અને શ્યામા પ્રસાદ મુખર્જીના અનુયાયીઓએ તેમને પોતાની પકડમાં લીધા છે અને વિચારને બગાડ્યો છે. ખાન સાહેબે પોતાને સમજવું પડશે અને પોતાને સમજાવવું પડશે.

કોંગ્રેસ નેતાએ ધરપકડની માગ કરી:
Khan Sir નો આ વિડીયો લેખક અશોક કુમાર પાંડે દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમજ લખ્યું હતું કે- આને નીચતાની હદ કહેવાય છે. આવા લોકો શિક્ષણનો ધંધો કરીને સમાજમાં નફરત ફેલાવે છે. આ માણસની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.

ત્યારે બાદ આ જ વિડીયોને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાત દ્વારા રિટ્વીટ કરવામાં આવ્યો હતો. શ્રીનેતે લખ્યું – ખરાબ, ખુબજ ખરાબ. તેની ધરપકડ થવી જોઈએ અને જેઓ હસી રહ્યા છે તેઓએ વિચારવું જોઈએ કે તેમની બકવાસ સાંભળીને વિચારવું જોઈએ કે તેઓ શું બની રહ્યા છે. આ સાથે જ ખાન સરના વીડિયો પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે ખાન સરની ટિપ્પણી વાસ્તવમાં કટાક્ષ હતી અને વીડિયોનો માત્ર એક ભાગ જ શેર કરવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, અગ્નિવીર યોજનાના વિરોધ દરમિયાન પણ Khan Sir પર વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ ખાન સર થોડા દિવસો માટે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓના આંદોલનને કારણે સરકારી મિલકતોને ભારે નુકસાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *