ગુજરાતમાં સરકાર નહિ બને તો’ય ખુશ થશે કેજરીવાલ, આમ આદમી પાર્ટીને થશે આ મોટો ફાયદો

ગુજરાત(Gujarat): રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા(Gujarat election 2022)ની બે તબક્કાનું મતદાન યોજાયું છે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ત્યારે આ વખતે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા(Gujarat election 2022)ની બે તબક્કાનું મતદાન યોજાયું છે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ત્યારે આ વખતે Exit Pollમાં ભાજપની સરકાર બની રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ બીજી બાજુ જો ગુજરાતમાં AAPને જીત નહીં મળે તેમ છતાં પણ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વિશેષ ફાયદો થશે તેવું લાગી રહ્યું છે.

જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં કદાચ પ્રચંડ જીત ના મેળવી શકે પરંતુ એટલું તો ચોક્કસપણે કહી શકાય કે હવે અરવિંદ કેજરીવાલની AAP પાર્ટી ધીરે-ધીરે રાષ્ટ્રીય પાર્ટી બની રહી છે. કારણ કે, ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, જે પાર્ટીને ઓછામાં ઓછાં ચાર રાજ્યોની વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં 6% કરતા જો વધુ વોટ મળે છે અને આ રાજ્યોમાં જો તે પાર્ટી ચાર લોકસભા સીટ જીતવામાં સફળ રહે છે તો આવી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની જાય છે.

અમે તમને જણાવી દઇએ કે, હાલમાં દેશમાં ફક્ત 2 રાજ્યો એવાં છે કે, જ્યાં આમ આદમી પાર્ટી પાસે 6% કરતા વધારે વોટ છે. દિલ્હીમાં તેઓની પાસે વોટની 53% ટકાવારી છે અને પંજાબમાં તેઓની પાસે 42% ટકાવારી છે  અને જો ગુજરાતમાં જો AAPને 20% વોટ મળશે તો ત્રણ રાજ્યો એવાં હશે કે જેમાં તેમની પાસે 6% કરતા જો વધારે વોટ હશે.

ઉલ્લેખનીય છે કે, આ સાથે ઉત્તરાખંડમાં AAP પાસે 3.5% વોટ છે. જો આગામી ચૂંટણીમાં આ ટકાવારી વધીને 6.5% થઇ જશે તો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ક્ષેત્રીય પાર્ટીથી પણ આગળ એક મોટી રાષ્ટ્રીય પાર્ટી બની જશે. જેને કારણે આગામી પાંચ વર્ષમાં સમગ્ર દેશની રાજનીતિ પણ બદલાઇ જશે. આથી એમ કહી શકાય કે હાલમાં દરેક પાર્ટી માટે ખુશ થવાના અન્ય કેટલાંક કારણ પણ જવાબદાર છે અને નિરાશ થવા માટે પણ દરેક રાજકીય પક્ષો પાસે કેટલાંક ચોક્કસ કારણ જવાબદાર હોય છે. Exit Pollના આંકડા અનુસાર ગુજરાતમાં AAP થોડીક સીટો જીતી જાય તો નવાઇ નહીં અને બીજી બાજુ MCD ચૂંટણી પણ AAP સરળતાથી જીતી થશે તેવું સર્વેમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *