મંગળવારની સવાર બની અમંગળ: અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બે ટ્રાવેલ્સ બસો વચ્ચે સર્જાયો અકસ્માત – સવાર 25થી વધુ મુસાફરો…

Ahmedabad-Indore highway Accident News: ગુજરાતભરમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લામાં ગળતેશ્વર પાસેથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આજે વહેલી સવારે બે ટ્રાવેલ્સ બસો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંદાજીત 25થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે, બંને બસોને ક્રેઈન મારફતે છુટી પાડવામાં આવી હતી. તો આ બનાવમાં કોઈ મોટી જાનહાનિ થઇ નથી. તમામ ઘાયલ મુસાફરોને અમદાવાદ તેમજ ગોધરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખાસેડવામા આવ્યા છે. અમદાવાદ ઈન્દોર હાઈવે પર અકસ્માત થયો હતો. જેમાં ઉજૈનથી પરત ફરતી બસમાં અમદાવાદ-નરોડાના પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા, તેમજ બીજી બસ મધ્યપ્રદેશથી જામજોધપુર તરફ જઈ રહી હતી.

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતમાં 25 લોકો ઘાયલ થવાના સામાચાર છે, અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે બે ટ્રાવેલ્સ સામ સામે ટકરાઇ હતી, જેમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા હતો, હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદ અને ગોધરાની હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના હાઇવે પર ગળતેશ્વરના મેનપુરા પાસે ઘટી હતી.

અકસ્માત સર્જાતા જ નજીકથી સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108ની ટીમને જાણ કરી દીધી હતી. જ્યાં સ્થાનિકો અને પોલીસની મદદથી ઘાયલોને નજીકની ગોધરા સિવિલ હોસ્પિટલ અને આ તરફ ગંભીર ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે આ ઘટનામાં કોઈ મુસાફરનું મોત થયાનું જાણવા મળ્યુ નથી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ એક બસ ઉજ્જૈનથી પરત ફરી અમદાવાદના નરોડાના મુસાફરોને ઉતારવા જતી હતી. જ્યારે બીજી બસના મુસાફરો મધ્યપ્રદેશથી જામજોધપુર જઈ રહી હતી. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અમદાવાદ-ઇન્દોર હાઇવે પર પડેલા મસમોટા ખાડાના કારણે સર્જાયો છે. આ સાથે જ હાઇવે ઓથોરિટીની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *