હાય રે મોંઘવારી! દિવાળી બાદ ફરી એકવાર ભડકે બળ્યા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ- જાણી લો કેટલે પહોંચ્યો ડબ્બાનો ભાવ

Edible Oil Prices Hike: દિવાળી બાદ ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદનું માવઠાની અસર બજાર પર પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રભરમાં પડેલા માવઠાને કારણે સિંગતેલના ભાવ(Edible Oil Prices Hike) ઉંચકાયા છે. માવઠાના કારણે સિંગતેલના ભાવમાં ફરી વધારો(Edible Oil Prices Hike) થયો છે. રાજકોટમાં બજાર ખુલતા જ સિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો ઝીંક્યો હતો. જેથી હવે તેલનો નવો ડબ્બો ૨૦ રૂપિયાના વધારા સાથે મળશે.

સિંગ અને કપાસિયા તેલનો નવો ભાવ

ગુજરાત સહીત સૌરાષ્ટ્રમાં વરસેલા કમોસમી વરસાદની અસર ખાદ્ય તેલ પર પડી છે. તેથી જ સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2735થી 2785 રૂપિયા પર પહોંચી ગયો છે. તો કપાસિયા તેલના નવા ડબ્બાનો ભાવ 1610થી 1660 રૂપિયા પહોંચ્યો છે.

ફરી વધ્યો સિંગતેલનો ભાવ

સૌરાષ્ટ્ર સહીત રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદની સીધી અસર ખેત પેદાશ પર પડી રહી છે. માવઠાની અસર મગફળીના પાક સહીત અન્ય પાકો પર પણ થઇ છે. જેના કારણે તેલના ભાવમાં વધઘટ થતી રહે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ સૌરાષ્ટ્ર જીલ્લામાં મન મુકીને વરસતા તેની અસર સિંગતેલ પર થઇ છે. જેના કારણે સિંગતેલના ભાવ ઉંચકાયા છે. સિંગતેલના ડબ્બે રૂ. 20નો વધારો કરાયો છે. આજે ખૂલતા બજારે સિંગતેલનો બ્રાન્ડેડ નવા ડબ્બાનો ભાવ 2735 થી 2785 રૂપિયા રહ્યો.

તહેવારોમાં વધ્યો હતો ખાદ્ય તેલનો ભાવ(Edible Oil Prices Hike)

ખાદ્ય તેલમાં વધારો થતા સામાન્ય નાગરિકો પર મોટું ભારણ આવ્યું છે. ઉલેખ્ખનીય છે કે દિવાળી પહેલા જ ખાદ્ય તેલમાં વધારો થયો હતો. જેની સીધી અસર ગૃહિણીના બજેટ પર પડી હતી. ત્યારે હવે લગ્ન સીઝન શરૂ થતા જ ફરી એકવાર ખાદ્ય તેલમાં વધારો થયો છે. દિવાળી બાદ તેલના ભાવમાં ઘટાડો થશે તેવી આશા હતી, પરંતું કમોસમી વરસાદ તેમાં વિલન બન્યો છે. કમોસમી વરસાદને કારણે તેલના ભાવ ઘટવાને બદલી વધી રહ્યાં છે. તેથી લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે.

દેશમાં ભલે પ્રીમિયમ પ્રોડક્ટની માંગ વધી રહી છે, પરંતુ લોકોએ મોંઘવારી વધતા જીવન જરૂરિયાતી વસ્તુઓ પર કાપ મૂક્યો છે. તમને જણાવી દઈએ કે આવકની સામે મોંઘવારી વધતા લોકોએ હવે તેલ, શેમ્પુ, મેગી સહીતને અનેક વસ્તુઓ પર કાપ મુક્યો છે. બેંક ઓફ બરોડાના એક રિપોર્ટ અનુસાર, લોકોએ આવક ઘટતા પોતાની આદતો બદલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *