ઉત્તરાયણમાં ધાબુ ભાડે રાખવાનો ટ્રેન્ડ – લાખો રૂપિયા ભાડું હોવા છતાં એડવાન્સ બુકિંગ

Uttarayan 2024 Latest News: ઉતરાયણના તહેવારની મજા અલગ જ હોય છે.તેમાં પણ અમદાવાદના પોળની અગાશી પરથી અમદાવાદનું આકાશ અલગ-અલગ રંગોથી ઊભરી આવે છે. અમદાવાદની પોળની ઉતરાયણ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. પતંગ રસિયાઓ તો બે દિવસના પર્વ એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વે અગાશી ભાડે રાખે છે. ઉત્તરાયણના(Uttarayan 2024 Latest News) તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ વર્ષે અમદાવાદની પોળની અગાશીઓ વધુ મોંઘી થઈ ગઈ છે. અગાશી ભાડે આપવાના ભાવમાં લગભગ 5 હજાર જેટલો વધારો કરાયો છે.

પતંગરસિકોને ધાબા રેન્ટ પર આપી રહ્યા છે
પતંગરસિકો આ તહેવાર એક જ ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઊજવવા માગતા હોય છે. આ સાથે જ અનેક રસિકો હેરિટેજ સિટીની પોળમાં ઉત્તરાયણની મજા લેવા માગતા હોય છે તેવા રસિકો માટે ખાડિયામાં મકાન માલિક પતંગરસિકોને ધાબા રેન્ટ પર આપી રહ્યા છે. આ સુવિધાઓનો લાભ લેવા તેમની પાસે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓ જ નહીં, પરંતુ મુંબઈમાંથી પણ ઇન્કવાયરીઓ આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

ચાલુ વર્ષે ખાડિયા અને પોળ વિસ્તારમાં ધાબાની ડિમાન્ડ વધી છે
પતંગરસિયાઓ માટે પોળનાં ધાબા હોટ ફેવરિટ બન્યાં છે. કેટલાક પતંગ રસિયાઓએ તો ઉત્તરાયણમાં પોળમાં ધાબુ ભાડે જોઇએ તો તેવી જાહેરાત આપીને મનગમતા ધાબાઓની પસંદગી કરી છે. બે દિવસનું ભાડું રૂ.15-20 હજાર હતું, જે આ વર્ષે વધીને 25 હજાર થયું છે. પતંગરસિયાઓ આટલુ ભાડુ ચૂકવીને પણ પોળની ઉત્તરાયણ માણવા આતુર બન્યા છે. ચાલુ વર્ષે ખાડિયા અને પોળ વિસ્તારમાં ધાબાની ડિમાન્ડ વધી છે. ગત વર્ષ કરતા આ વખતે ડિમાન્ડ સાથે ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે 200થી 250 ધાબાનું બુકીંગ થયુ હતું. પરંતુ આ વખતે જાન્યુઆરીની શરૂઆતથી જ ધાબાનું બુકીંગ થઇ ગયું છે. ગત વર્ષે નાના ધાબાના 5 હજાર અને મોટા ધાબાના 10 હજાર ભાડા હતા. પરંતુ આ વખતે ડિમાન્ડ વધતા ભાડામાં વધારો થયો છે.

15 હજારના 20 હજાર કરાયા છે. ઉત્તરાયણ પર્વ પર બહાર ગામથી લોકો અહીં આવે છે. જેના પગલે અહીં સ્થાનિક રોજગારી પણ વધે છે. આ વર્ષે ધાબાના ભાડામાં પાંચથી સાત હજારનો વધારો થયો છે. આટલું ભાડું હોવા છતાંય ધાબા ભાડે મળતાં નથી. ધાબાંના માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરાં પાડે છે, જેમાં સવારનો બ્રેકફાસ્ટ, લન્ચ અને હાઈ-ટીનો સમાવેશ થાય છે.પતંગરસિકો આ તહેવાર એક જ ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઊજવવા માગતા હોય છે. આ સાથે જ અનેક રસિકો હેરિટેજ સિટીની પોળમાં ઉત્તરાયણની મજા લેવા માગતા હોય છે તેવા રસિકો માટે ખાડિયામાં મકાન માલિક પતંગરસિકોને ધાબા રેન્ટ પર આપી રહ્યા છે.

નાસ્તા, જમવા સાથે પતંગ ચગાવવાની મોજ
પરિવારમાંથી કેટલા લોકો આ પેકેજનો લાભ લે છે. અને પેકેજના વધારે તેમની સુવિધા નક્કી કરવામાં આવે છે. જેમાં સવારે ચા ,નાસ્તો બપોરે ઊંધિયું, પૂરી, જલેબીનું ભોજન બપોરે ભોજન અને રાત્રે પણ ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત તલની અને સિંગની ચીકી લાડુ ધાબા ઉપર ડીજે સેટ, માઈક અને બેસવા માટેની ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે ઘણી જગ્યાએ ભોજન વિનાના પેકેજ પણ આપવામાં આવે છે.

ઉત્તરાયણથી થાય છે રોજગારનું સર્જન
ઉત્તરાયણ દિવસે આવી રીતે એક દિવસ ભાડે આપવાથી સ્થાનિક લોકોમાં એક પ્રકારનું રોજગારીનું સર્જન થયું છે. અનેક જગ્યાએ જમવા સાથેના પેકેજ આપવામાં આવે છે. જેમાં પતંગ ચગાવનારને અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે અને તેમાં પણ ફુલ ડે અને હાફ ડે પ્રમાણે પેકેજ નક્કી કરવામાં આવતા હોય છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી આ ધાબા ભાડે આપવાનું ચલણ વધુ હોવાથી બોર્ડમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે રોજગારીનું સર્જન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *