વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ’ની જે પ્રેરણા આપી છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ (Khel Mahakumbh 2.0) બન્યો છે ત્યારે અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયાના વિશાળ ગ્રાઉન્ડમાં ખેલ મહાકુંભની વધુ એક સીઝનની શરુઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી (Gujarat Sports Minister Harsh Sanghavi) અને અમદાવાદના મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં કરાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0નો (Khel Mahakumbh 2.0 ) શાનદાર પ્રારંભ કરાવતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ’ની જે પ્રેરણા આપી છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ બન્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ ૨૦૧૦માં શરૂ કરાવેલા ખેલ મહાકુંભનો વ્યાપક પ્રભાવ રાજ્યના રમતગમત ક્ષેત્રમાં રહ્યો છે. આના પરિણામે તમામ સ્તરે રમતગમતની ક્ષમતાઓ બહાર લાવવા બાળકો, યુવાનો, અબાલ-વૃદ્ધ સૌને ખેલપ્રતિભા ઝળકાવવાનું એક પ્લેટફોર્મ મળ્યું છે અને ખેલકૂદની આગવી સંસ્કૃતિની પરંપરા સ્થપાઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel Speech) સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (Swarnim Gujarat Sports University) રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસમાં સીમાચિહ્ન બની છે તેનો વિશે ઉલ્લેખ કરતાં એમ પણ કહ્યું કે, રમતગમત ક્ષેત્રે પાંગરતી પ્રતિભાઓને પ્રોત્સાહન માટે ગુજરાતે ડેડિકેટેડ સ્પોર્ટ્સ પોલિસી અમલમાં મૂકી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે બે દાયકામાં અઢી કરોડ રૂપિયાના સ્પોર્ટ્સ બજેટને ઉત્તરોત્તર વધારીને આજે ૨૯૩ કરોડ રૂપિયા કર્યું છે. તેના પરિણામે છેલ્લા બે દશકામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સેન્ટર્સની સંખ્યામાં પણ આઠ ગણો વધારો થયો છે.
ખેલ મહાકુંભ 2.0ના લોન્ચિંગ સમયે રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi Speech) જણાવ્યું હતું કે, આજે ખેલ મહાકુંભની નવી શરૂઆત થઈ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની પ્રતિભાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવા ખેલ મહાકુંભ શરૂ કરાયો હતો તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યના ટૂંકાગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરાયું હતું. રાજ્યના તમામ વિસ્તારના તાલુકાઓમાં સ્પોર્ટ્સ સેન્ટર વિકસાવવાનું આયોજન છે. રાજ્યના DLSS અંતર્ગત ૪૮૯૦ ખેલાડીઓ માટે પ્રત્યેક વિદ્યાર્થીદીઠ ૧.૬૩ લાખ તાલીમ માટે ચૂકવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. અંતે તેમણે જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ 2.0 આખું વર્ષ ચાલવાનો છે, એટલે ખેલાડીઓ બે રમતોમાં ભાગ લઈ શકશે. યુવાનોને ખેલ મહાકુંભમાં ઈચ્છાપૂર્વક જોડાવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રમત ગમત વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ 2.0માં નવીન બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તાલુકા કક્ષાએ પણ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે, દરેક વયજૂથમાં ખેલાડીઓને સમાન રોકડ પુરસ્કાર અપાશે. ખેલ મહાકુંભ 2.0માં સેપક ટકરાવ, બીચ વુડબોલ, બીચ વોલીબોલ જેવી 4 રમતોનો સમાવેશ કરાયો છે. તેમજ વિજેતા ખેલાડીઓ અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગના ખેલાડીઓ વચ્ચે સ્પોર્ટ્સ લીગનું આયોજન કરાશે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પે.મહાકુંભ યોજાશે અને સમગ્ર વર્ષ 2024 દરમિયાન વિવિધ ખેલ સ્પર્ધાઓનું આયોજન કરાશે.
આ કાર્યક્રમમાં સાંસદ કિરીટભાઈ સોલંકી, સાંસદ હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યઓ, અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આર. ડી. ભટ્ટ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ આર.એસ. નિનામા તેમજ વિવિધ અધિકારીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પેરા એશિયન ગેમ્સ 2023, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકો અને યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
પેરા એશિયન ગેમ્સ 2023 સહિતની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય વિવિધ રમતો સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરી મેડલ મેળવનાર રમતવીરો પૈકી ભાવિના પટેલને રૂપિયા ૫૦ લાખ, દર્પણ ઈનાની (ચેસ)ને રૂ. ૪૦ લાખ, નિમિષા સી.એસ.ને રૂ. ૩૦ લાખ, અશ્વિન મકવાણાને રૂ. ૨૦ લાખ, હિમાંશી રાઠીને રૂ. ૧૪ લાખ, રચના પટેલને ૧૦ લાખ, રામસિંગ પઢિયારને ૧૦ લાખ, વ્યોમ પાવાને ૮ લાખ, જીગર ઠક્કરને ૭ લાખ, જૈનીશ સારંગને ૭ લાખ, નીતિ રાઠોડને ૭ લાખ, કેવલ પ્રજાપતિને ૩૦.૩૦ લાખ, એલાવેનીલ વેલારિવનને ૧૫.૯૮ લાખ, માના પટેલને ૧૧ લાખ, દેવાંશ પરમારને ૭ લાખની રોકડ પુરસ્કારો આપી પોંખવામાં આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube