ગુજરાતના MP અને MLA હવે પોતાના વિસ્તારમાં આરોગ્ય સેવા માટે વાપરી શકશે આટલા લાખ રૂપિયા

સમગ્ર ભારત દેશમાં કોરોના બેકાબુ બની રહ્યો છે અને કોરોના કેટલાય લોકોને પોતાના સકંજામાં લઇ ચુક્યો છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યની રૂપાણી સરકાર…

સમગ્ર ભારત દેશમાં કોરોના બેકાબુ બની રહ્યો છે અને કોરોના કેટલાય લોકોને પોતાના સકંજામાં લઇ ચુક્યો છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યની રૂપાણી સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠક મળી હતી. જેમાં અમુક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં એક નિર્ણય એવો હતો કે ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીમાં આગામી 15 મી મે સુધી 50% કર્મચારીઓ સાથે કામગીરી કરવાની રહેશે.

ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્રમણ વધુ પ્રમાણે ન ફેલાય અને અધિકારીઓ કે કર્મચારીઓ કોરોના સંક્રમિત ન થાય તેવા હેતુસર કોર કમિટિની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠક મળી હતી જેમાં હજુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના ધારાસભ્યો કોરોનાના વધી રહેલા સંક્રમણની વર્તમાન સ્થિતિને જોતા 25 લાખની મળતી ગ્રાન્ટ માંથી હોસ્પિટલ કે દવાખાનામાં મેડીકલ સાધનોની સહાય માટે આપી શકશે.

આ કોરોનાની વિકટ પરિસ્થિતિ સામે રાજ્ય સરકાર પોતાની લડતને વધુ મજબુત બનાવી શકે તે હેતુસર ધારાસભ્યો 25 લાખ સુધીની રકમને સિવિલ હોસ્પિટલ,કોર્પોરેશન, સરકારી દવાખાનામાં અને નગરપાલિકાની હોસ્પીટલ કે દવાખાનામાં અદ્યતન મેડીકલના સાધનો માટે આપી શકશે તેવો નિર્ણય કોર કમિટિની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *