રાજ્યમાં વરસાદી માહોલમાં ખુબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે ભાવનગરના કરદેજ અને માઢીયા ગામમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભાવનગરના ઘોઘાના વાલુકટ ગામમાં વીજળી પડવાની ઘટના બની હતી.
વાલુકટ ગામમાં વાડી વિસ્તારમાં બે મહિલા કામ કરી રહી તે દરમિયાન અચાનક બંને મહિલાઓ પર વીજળી પડી હતી. આ ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું અને બીજી મહિલાને ગંભીર ઈજાઓ થતી હતી. ઘટનાની જાણ થતા જ ગામ લોકો અને ખેતરમાં કામ કરી રહેલા લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મહિલાની હોસ્પિટલમાં હાલત ગંભીર થતા તેને ભાવનગરની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલ ડૉક્ટરના કહેવા અનુસાર ગભરામણના કારણે મહિલાની પરિસ્થિતિ ગંભીર હતી, પરંતુ સારવાર બાદ મહિલાની સ્થિતિ નોર્મલ છે.
બીજી બાજુ સુરેન્દ્રનગરના લખતર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. લખતરના ઓળગ ગામની સીમમાં એક દંપતિ જ્યારે ખેતરમાં કામ કરી રહ્યું હતું, ત્યારે એકાએક બંને પર વીજળી પડી હતી.
આ ઘટનામાં હંસાબેન સાકરીયા નામની મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને પતિ ગંભીર રીતે દાજી જવાના કારણે ગામ લોકો દ્વારા તેને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પહેલા જ વારસાદમાં વીજળી પડવાના કારણે મહિલાનું મોત થવાના કારણે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.