અવારનવાર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ રાજ્યના સુરત શહેરમાંથી જાણકારી સામે આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ ટ્રોમા સેન્ટરમાં પેટના દુખાવાની ફરિયાદ લઈને આવેલ શ્રમજીવી પાસે કેસ પેપર પર મારી મરજીથી દાખલ નથી થવું એમ લખાવ્યા પછી ડોક્ટરોએ દવા આપી હોવાનો મોટા ભાઈએ આરોપ મૂક્યો છે.
આટલું જ નહીં પણ 3 કલાક સુધી એક્સ-રે તથા સોનોગ્રાફી કરાવ્યા પછી ડોક્ટરોની નિર્દયતા જોઈને બીમાર ભાઈને એની દવા લઈ ઘરે ગયેલા પરિવારે સવાર પડતાંની સાથે જ માતાએ દીકરો તથા મોટા ભાઈએ નાના ભાઈને ગુમાવી દીધો હોવાની ચોંકાવનાર ઘટના સામે આવી છે.
મૃતક યુવકના ભાઈ નીરજ જણાવતાં કહે છે કે, અમે તો સારવાર કરાવવા માટે આવ્યા હતા. આ લોકોએ તો મોત આપી દીધું હતું. મારા ભાઈની આ ડોક્ટરો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે.
યુવકને અચાનક અસહ્ય પેટનો દુખાવો થયો:
મૃતકના મોટા ભાઈ નીરજ મિશ્રા જણાવે છે કે, 25 વર્ષીય અભિષેક પ્રેમ શંકર મિશ્રા એમ્બ્રોઇડરીનો કારીગર હતો. શુક્રવારની સાંજે કામ પરથી આવ્યા પછી અચાનક અભિષેકને પેટમાં દુખાવો થતાં રાત્રે 8 વાગ્યા પછી શહેરની સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. કેસ પેપર કઢાવીને ડોક્ટર પાસે જતાં તેમણે એક્સ-રે તથા સોનોગ્રાફી કરાવ્યાં પછી બતાવજો એમ કહીને મોકલી આપવામાં આવ્યા હતા.
દાખલ કરવાનું કહેતાં ડોક્ટર ઉશ્કેરાયો:
તેઓ જણાવે છે કે, એક્સ-રે તથા સોનોગ્રાફી કર્યાં પછી ડોક્ટર જણાવે છે કે, કંઈ નથી, સારું થઈ જશે, બસ દવા લો અને ઘરે જાઓ. તો અમે જણાવ્યું હતું કે સાહેબ, દાખલ તો કરો. બસ, આ વાતને લઈને ડોક્ટરે ઉશ્કેરાઈને જણાવ્યું કે, હવે તો લખાણ કરી દો કે અમે અમારી મરજીથી દાખલ થવા ઈચ્છતા નથી.
ત્યારપછી દવા લખી આપવામાં આવી હતી. દવા લઈને અમે ઘરે આવ્યા હતા. ત્યારપછી સવારે 7 વાગ્યે અભિષેકને ઊલટી થઈ તેમજ ખેંચ આવી હતી. ઘરમાંથી બહાર દોડીને 108ને બોલાવવામાં આવી હતી. 108 આવતાં જ કહ્યું હતું કે, મોત થઈ ચૂક્યું છે.
મારા ભાઈની આ ડોક્ટરોએ હત્યા કરી છેઃ મૃતકનો ભાઈ:
આની સાથે જ કહ્યું હતું કે. સાહેબ, મારા ભાઈને સિવિલમાં લાવ્યા ત્યારે ડોક્ટરોએ પણ કહી દીધું હતું કે, મોત થઈ ચૂક્યું છે. રાતે જો દાખલ કરી દીધો હોત તો મારો ભાઈ સવારે જીવતો હોત. મારી ભાઈની આ ડોક્ટરોએ હત્યા કરી નાખી છે. જ્યારે આવી રીતે તેનું કોઈ મરશે ત્યારે જાણ થશે કે, એક ભાઈને ગુમાવવાનું દર્દ શું હોય છે.
હાલમાં તો આ લોકો જણાવે છે કે, મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવું પડશે. અમે તો પોલીસની રાહ જોઈએ છીએ. અભિષેકની પત્ની તેમજ ફક્ત એક વર્ષનો દીકરો નિરાધાર થઈ ગયાં છે. ભગવાન જ હવે બધું સારું કરે છે બીજું શું. આમ, જોઈએ હવે શું થાય છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.