આ 2 કરોડના ટેલીફોને લાખો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જાણો ચોંકાવનાર રહસ્ય

તમને જાણીને નવાઈ લાગશે કે એક ફોને લાખો લોકોની હત્યા કરી નાખી છે. આ વાત તમને હજમ નહિ થાય પણ તમે આની સંપૂર્ણ વાર્તા સાંભળશો તો દંગ રહી જશો. જાણકારોના મતે આ ટેલિફોન 1945ના સમયનો છે. 3 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2017માં અમેરિકામાં આ ફોનની હરાજી થઈ હતી, જેમાં આ ફોન અંદાજીત બે કરોડ રૂપિયામાં વેચાયો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે આ ભંગાર ફોનના બે કરોડ રૂપિયા કોણ આપે? હજુ સુધી આ ફોનનો ખરીદનાર કોણ હતું તે બાબતનો હજુ સુધી ખુલાસો થયો નથી. આ ટેલિફોન જર્મનીનાં ખૂંખાર તાનાશાહ હિટલરનો હતો. તેની ગણનાં વિશ્વનો સૌથી ક્રૂર તાનાશાહોમાં થાય છે. મૂળ રૂપે આ ફોન કાળા રંગનો હતો, ત્યાર પછી તેને લાલરંગમાં રંગવામાં આવ્યો હતો.

આ ફોન પર હિટલરનું નામ અને સ્વાસ્તિકનું ચિહ્ન પણ કંડારેલું છે. એક રિપોર્ટસ મુજબ બીજા વિશ્વ યુદ્ધનાં પૂર્ણાહૂતી પર વર્ષ 1945માં આ ટેલિફોનને બર્લિનમાં હિટલરનાં બંકર માંથી મળી આવ્યો હતો, જ્યારથી હરાજી ના થઈ ત્યારથી વર્ષ 2017 સુધી આ ફોનને એક બોક્સમાં સંભાળીને રાખવામાં આવ્યો હતો.હિટલરને આ ફોન વેરમેચે આપ્યો હતો, એવું કહેવામાં આવતું હતું કે 40નાં દશકામાં આજ ફોન દ્વારા હિટલર બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પોતાના નાઝી સૈનિકોને આદેશ આપતો હતો, અને ત્યાર બાદ યુદ્ધ દરમ્યાન જે વ્યક્તિ પકડાય તેને યાતનાઓ આપવામાં આવતી હતી.

યુદ્ધમાં કેદીઓને ગોળી મારીને અથવા ગેસ ચેમ્બરમાં સળગાવીને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા. હિટલર યહૂદીઓનો કટ્ટર દુશ્મન હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પોલેન્ડમાં હિટલરની નાઝી સેનાની યાતના શિબિરમાં અંદાજીત 10 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં યહૂદીઓની સંખ્યા વધારે હતી. તે સમયમાં તે સૌથી ક્રૂર તાનાશાહ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *