કિંજલ દવે સગાઇ તૂટ્યા પછી દેખાવા લાગી બોલીવુડ હિરોઈન જેવી: ગોલ્ડન સાડી વાળા વિડીયોએ ચાહકોના દિલ જીત્યા

ગુજરાત(Gujarat): કિંજલ દવે સગાઈ તૂટ્યા પછી સતત ચર્ચામાં જોવા મળી રહી છે. આગાઉ ઈન્સ્ટા સ્ટોરી અપલોડ કરીને કિંજલ દવે(Kinjal Dave)એ એક હિન્દી શાયરી(Hindi Shayari) લખતા કહ્યું હતું કે, સબ કો મિલ જાયે મંઝિલ યે જરૂરી તો નહિ, જિંદગી રાહ-એ-સફર હૈ, તુમ યુહી ચલતે રહેના, ચિરાગો કી તરહ રાહ મે જલતે રહેના, હર અંધેરે કો ઉજાલો મેં બદલતે રહેના. જો કે સગાઈ તૂટ્યાના ત્રણ ચાર દિવસ થઈ ગયા પછી કિંજલ દવે સતત કઈક ને કંઈક પોતાના સોશિયલ મીડિયા(Social media) હેન્ડલ પર પોસ્ટ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

મહત્વનું છે કે, હવે કિંજલ દવે દ્વારા સોનેરી સાડીમાં એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે અને જેમાં તે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. આ વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર કિંજલ દવે દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે અને સાથે જ કેપ્શન લખવામાં આવ્યું છે ગોલ્ડન ગર્લ. કિંજલ દવે ના ચાહકો પણ આ વિડીયોમાં જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે અને લાઈક્સનું તો ઘોડાપુર આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

માત્ર આટલું જ નહી પણ, તેમના ચાહકો પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પણ કિંજલ દવેનો આ વિડીયો શેર કરી રહ્યા છે અને કિંજલ દવેએ વિડીયો શેર કરતી વખતે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ રાખવામાં આવ્યું છે. હાલમાં કિંજલ દવેની આ કાતિલ અદાને લઈને ચાહકો પાગલ થઇ ગયા છે. સાથે જ આ વિડીયો ખુબ જ લોકો શેર પણ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,પાંચ વર્ષ પહેલા કિંજલ દવેએ પવન જોશીસાથે સગાઈ કરી હતી. પરંતુ સગાઈ તૂટ્યા બાદ પવન જોશી સાથેની તમામ તસવીરો કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી હટાવી દીધી હતી. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, સાટા પદ્ધતિથી કિંજલ દવે અને તેના ભાઈ આકાશ દવેની સગાઈ થઈ હતી.

કિંજલના ફિયોન્સ પવન જોશીની બહેન સાથે આકાશ દવે સગાઈ કરવામાં આવી હતી. ત્યારે હવે 5 વર્ષ બાદ પવન જોશીની બહેન આકાશને મુકીને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જેના કારણે કિંજલ દવેની પણ સગાઈ તૂટી ગઈ હોવાની માહિતી સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *