અગામી ૫ દિવસ ઘરમાં જ રહેજો! હવામાન વિભાગે કરી અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાતભરમાં જાહેર કરાયું રેડ એલર્ટ

Weather forcast in Gujarat: દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગનું(Weather forcast in Gujarat) કેહવું છે કે, કેટલાક રાજ્યોમાં હવે વરસાદ ઓછો થશે. જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધરે જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર આજે દક્ષિણ પ્રાયદ્વિપીય ભારતના રાજ્યોમાં(Weather forcast in Gujarat) વરસાદની તીવ્રતામાં ઘટાડો કરી શકે છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વરકા, મોરબીમાં વરસાદની સંભાવના યથાવત રહશે. અને બીજી તરફ આજે વહેલી સવારથી જ અમુક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે.

આ રાજ્યોમાં રહેશે વરસાદ
હવામાન વિભાગ અનુસાર કોંકણ, ગુજરાત અને ગોવાના વિસ્તારોમાં વરસાદનો સિલસિલો યથાવત ચાલુ રહેશે. જ્યારે સેન્ટ્રલ ભારતના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા 8 જુલાઈ સુધી સતત વધતી જોવા મળશે. અને આખા દેશ ની વાત કરીએ તો 9 જુલાઈથી અહીંના કેટલાક રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધશે અને બે દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હવે શું રહેશે સ્થિતિ
આવનાર 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ બનવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જ્યાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. અને હાલ અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ થવાની હવામાન વિભાગે દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને તેને જણાવ્યું છે કે, રાજ્યમાં આવનાર 5 દિવસ વરસાદની આગાહી છે. આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આરામ પછી બીજા રાઉન્ડમાં પણ ગુજરાતને સારો વરસાદ મળશે. હવામાન વિભાગ મુજબ આવનાર 5 દિવસ એટલે કે તારીખ 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ [પણ પડી શકે છે. અને આવનાર 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ આવનાર પાંચ દિવસ દરિમયાન સામાન્ય વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *