“અત્ર-તત્ર-સર્વત્ર” મેઘ કહેર: ગુજરાતના દરેક જીલ્લાઓ જળબંબાકાર, છેલ્લા 24 કલાકમાં 130 તાલુકાઓમાં ભારે વરસાદ

Gujarat Monsoon News: ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. ભારે ઉકળાટ વચ્ચે ગઇકાલે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વિગતો અનુસાર ગુજરાતમાં(Gujarat Monsoon News) છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભેંસાણમાં 4 ઇંચ નોંધાયો છે. આ તરફ ભારે વરસાદને કારણે અમુક નીચાણવાળા(Gujarat Monsoon News) વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 130 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. સૌથી વધુ ભેસાણમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ જેતપુરમાં 3 ઈંચ, ચોર્યાસીમાં 3 ઈંચ, ધોરાજીમાં 2 ઈંચ, માણાવદરમાં 2 ઈંચ, અંજારમાં 2 ઈંચ, વડનગરમાં 2 ઈંચ, કાલાવડમાં 2 ઈંચ, વિસાવદરમાં 2 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.

આ સાથે કોટડાસાંગાણીમાં 2 ઈંચ, ખેડબ્રહ્મામાં 2 ઈંચ, જામકંડોરણામાં 2 ઈંચ, નેત્રંગમાં 2 ઈંચ, ખેરાલુમાં 3 ઈંચ, ગોંડલમાં પોણા 3 ઈંચ, ભુજમાં પોણા 3 ઈંચ, પાલિતાણામાં પોણા 3 ઈંચ, પોરબંદરમાં 2 ઈંચ, કપરાડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.

તમામ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કચ્છ, દ્વરકા, મોરબીમાં વરસાદની સંભાવના છે. આ સાથે જામનગર, પોરબંદર, રાજકોટમાં પણ વરસાદની આગાહી છે. બીજી બાજુ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદમાં વરસાદની પણ આગાહી કરાઇ છે. આ સાથે ગાંધીનગર, પાટણ, મહેસાણામાં વરસાદની સંભાવના છે.

આ સાથે રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી નીકળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *