કોરોના થી બચવા કે મટાડવા કીર્તીદાન ગઢવીનું આ ગીત જરૂર સાંભળો- વિડીયો

હાલમાં કોરોના વિશ્વભરના દેશોમાં કાળો કેર વર્તાવી રહ્યો છે. ભારતમાં ૧૦૦ થી વધુ કોરોના ના પોઝીટીવ કેસ સામે આવતા દેશનું સ્વાસ્થ્ય મંત્રાલય પણ કોરોનાને નાથવા મહેનત કરી રહ્યું છે. ત્યારે ગમે એવી તકલીફમાં પણ ગુજરાતીઓ તે તક્લીફ્ને અવસરમાં બદલીને તેનો રસ્તો કાઢી લે છે તેવી રીતે પ્રખ્યાત લોકગાયક કીર્તીદાન ગઢવીએ ‘કોરોનાની હુંડી’ નામનું ગીત રચીને COVID-19 કોરોના વાયરસથી બચવાના ઉપાયો જણાવ્યા છે.

Kirti Dan Gadhvi એ આ સાથે પોસ્ટ પણ કરી છે જેમાં જણાવ્યું છે કે, કેર મચાવે છે કોરોના… ત્યારે જરૂરી છે સાવચેતી… અને અફવાઓથી દૂર રહેવાની… આ ગંભીર વાત મેં લોકો સમક્ષ મારા અંદાજમાં…. કોરોનાની હૂંડી.. સ્વરૂપે રજૂ કરી છે. એ સાંભળો, સમજો, અને શેર કરો… જેથી વધુને વધુ લોકો કોરોનાના કેરમાંથી બચવા માટે સજ્જ બની શકે… કપરા સમયમાં જનજાગૃતિ માટે છેવાડાનો માણસ પણ સમજી શકે.. એવી શૈલીમાં સંદેશ આપતું એક ગીત, દોસ્ત સાંઈરામ દવેએ લખીને… અને મેં ગાઈને.. દેશ પ્રત્યેની અમારી ફરજ નિભાવી છે.

 

Trishul News પણ કોરોનાથી ડરવાને બદલે કોરોનાથી લડવાની અપીલ કરે છે.

કોરોનાથી બચવાના ઉપાય:

વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે. સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.

કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપા તરે છે. જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપા પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપા પડ્યા હોય અથવા એ ટીપા તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે.

ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો. ગંદા હાથે ચહેરાને ન અડવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે. મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે ફેસ માસ્કથી અસરકારક રક્ષણ નથી મળતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *