ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા જૂનાગઢ (Junagadh) માં એક યુવક પૈસા કમાવા માટેની લાલચમાં વિદેશમાં ગયો હતો. પરંતુ મ્યાનમાર (Myanmar) માં તે 24 દિવસ નર્ક જેવી જિંદગી જીવ્યો હતો. યુવકની દર્દભરી દાસ્તાન સાંભળીને પરિવારજનો આંસુ રોકી શકતા ન હતા. યુવક મ્યાનમાર ગયો અને ત્યારે મ્યાનમારની કંપનીએ ગ્રાહકો શોધવા માટે ટાર્ગેટ આપ્યો હતો.
જયારે યુવકે કહ્યું કે, મારે વતન પરત જવું છે ત્યારે કંપનીએ 7 હજાર ડોલરની માંગ કરી હતી. ત્યાર બાદ યુવાને પરિવારનો સમ્પર્ક કર્યો અને પરિવારજનોએ જેમ-તેમ કરીને પૈસા ભેગા કરીને યુવકને કંપનીના ચુંગલમાંથી છોડાવી લીધો હતો. તમામ ગુજરાતીઓ અને ભારતીઓને વિદેશમાં જવાની ઘેલછા સતત વધી રહી છે.
આપણે એવા અનેક કિસ્સા સાંભળ્યા હશે જેમાં વિદેશમાં અનેક ભારતીઓને કડવો અનુભવ થતો હોય છે. આવો જ કડવો અનુભવ જૂનાગઢના બાબરા ગીર ગામના કિશન નામના એક યુવકને થયો હતો. કિશન ને કંપની દ્વારા ઇન્વેસ્ટમેન્ટનું કામ કરવાનું આપવામાં આવ્યું હતું.
કિશન ઓનલાઇન એપ્લિકેશનની મારફતે નોકરી મેળવી પરિવારને ખુશ રાખવા માટે અને પૈસા કમાવા માટે મ્યાનમાર ગયો હતો. ત્યાં તેને ઇન્વેસ્ટમેન્ટનું કામ આપવામાં આવ્યું હતું. કંપનીએ ગ્રાહકો લાવવા માટે ટાર્ગેટ આપતી હતી.
જે દિવસે કંપનીએ આપેલો ટાર્ગેટ પૂરો ન થઇ તે દિવસે યુવકને માર મારવામાં આવતો ને જમવાનું પણ આપવામાં આવતું ન હતું. યુવક સાથે વાત કરતા તેણે કહ્યું કે, તે લોકો કહે તેમ કામ ના થઇ તો માર મારતા અને મને ચાર દિવસ જમવા નું પણ નોતું આપ્યું.
જયારે તે ગયો ત્યારે કહેવામાં આવ્યું કે, એક મહિનાનો કંપની 1000 યુ.એસ ડોલર જેટલો પગાર આપવામાં આવશે. જયારે ત્યાં પહોચ્યો ત્યારે કોઈપણ વાત સાચી ન હતી. ત્યાં ગયા પછી પગાર આપવાની ના કહી અને માર મારતા હતા. જયારે પાછુ જવાનું કહ્યું ત્યારે 7000 ડોલરની માંગણી કરી હતી. પરિવારે માંડ માંડ પૈસા ભેગા કરી ને દીકરાને પાછો લાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.