આગામી ૨૦૨૨ ની વિધાન સભા ચુંટણી યોજવા જઈ રહી છે. ત્ત્યારે તમામ રાજકીય પાર્ટી અત્યારથી જ ચુંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે લીટમસ ટેસ્ટ સાબિત થાય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસનું નેતૃત્વ ચમત્કારની આશા રાખી રહ્યું છે. 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દુર રહ્યા પછી આવનાર ચૂંટણીઓમાં સત્તા પર આવવાની અપેક્ષાઓ સાથે કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં લાવવાની ખુબ જ માંગ કરી રહ્યા છે. ત્યારે હવે 2014ની ચૂંટણી બાદ પહેલી વખત પ્રશાંત કિશોર ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા છે.
જોવા જઈએ તો 2014ની ચૂંટણી બાદ પ્રશાંત કિશોર ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા માટે જઈ રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સક્રિય થઈ રહેલા પ્રશાત કિશોર હાલ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ છે તેને લઈને એક ચર્ચાનો વિષય બની રહ્યા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટવીટરના માધ્યમથી યુવાનોને સમજી રહ્યા છે. ડિજિટલ માધ્યમથી કરેલ આ શ્રી ગણેશમાં રસ ધરાવતા અનેક યુવાનો ઓનલાઇન ફોર્મ ભરી રહ્યા છે.
રાજકારણમાં બેઠેલા પક્ષને અવાર નવાર ઊભો કરનાર રણનીતિકાર પ્રશાંત કિશોરે Youth in Politics નામનું પેજ બનાવ્યુ છે જેમાં રાજકીય ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો ઓનલાઇન અરજી કરી રહ્યા છે. તેમાં મહત્વની વાત એ છે કે રાજકીય ફેલોશીપ કાર્યક્રમમાં યુવાનોને જોડાવા માટે ગુજરાતીમાં પોસ્ટ કરવામાં આવી છે. જેના પરથી સમજી શકાય છે કે 2022માં આવનારી ચૂંટણીમાં પ્રશાંત કિશોર ફરી એક વખત કોંગ્રેસને ઉભું કરી શકે છે. હાલ તો રાજકીય ક્ષેત્રે રસ ધરાવતા યુવાનોનો ડેટામાં નામ, વિધાનસભાનું નામ, કઈ પાર્ટીને સમર્થન કરો છો તે સહિતની વિગતો લઈ ગુજરાતનાં રાજકારણમાં જેમ બને તેમ વધુમાં વધુ યુવાનોને જોડી રહ્યા છે.
કોંગ્રેસ ધારાસભ્યોની 11 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી હતી. જેમાં પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. જે બાદ હવે પ્રશાંત કિશોર ધીમે ધીમે ગુજરાતના રાજકારણમાં સક્રિય થતાં દેખાઈ રહ્યા છે. ભાજપ પહેલેથી જ ગુજરાતમાં મજબૂત છે ત્યારે હવે AAPની ધમાકેદાર એન્ટ્રીથી કોંગ્રેસ બાજુમાં ધકેલાઇ ગઈ છે.
હાલની સ્થિતિને જોતા તો એવું લાગી રહ્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ સાવ પડી જ ભાગી છે. ત્યારે પ્રશાંત કિશોર જો ગુજરાત કોંગ્રેસનો હાથ પકડે તો કોંગ્રેસની ડૂબતી નાવને પાર લગાવી શકે તેમ છે. ગુજરાત સમીકરણમાં પ્રશાંત કિશોર સારી રીતે સમજણ પણ ધરાવે છે. પ્રશાંત કિશોર કોંગ્રેસનો હાથ પકડે તો 2014નો અનુભવ પણ કામ લાગી શકે તેમ છે ત્યારે પ્રશાંત કિશોરની આ એન્ટ્રી ભાજપ અને AAP માટે ખતરાનું નિશાન હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.