વાયરલ(Viral): સોશિયલ મીડિયા(Social media)ની દુનિયામાં અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. ત્યારે હવે સાપની સાથે સ્ટંટ કરતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિની જીવ ચાલ્યો જાય છે. વાત કરવામાં આવે તો આ ઘટના ઉત્તર પ્રદેશ(UP)ના દેવરિયા(Deoria)ની છે. જ્યાં એક યુવકને સાપ સાથે સ્ટંટ કરવો એટલો મોંઘો પડ્યો કે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.
સંતોષ કુમાર ગૌતમ, 40 વર્ષ, પાડોશમાંથી સાપ પકડે છે અને ક્યારેક તેના મોંમાં આંગળી નાખે છે, ક્યારેક તેને ચુંબન કરે છે તો ક્યારેક સાપને તેના ગળા અને હાથની આસપાસ લપેટીને વિચિત્ર કૃત્યો કરે છે. કેટલાક લોકોએ સંતોષને આમ કરતા પણ રોક્યો હતો.
देवरिया में सांप को पकड़ना और उसके साथ स्टंट करना एक युवक को पड़ गया महंगा। पल भर में चली गई जान pic.twitter.com/Wm6kkC1EEc
— Pravin Kumar Yadav (@PravinNews) February 7, 2023
મળતી માહિતી મુજબ મૃતક સંતોષને ઝેરીલા સાપ પકડવાનો શોખ હતો. આ વિસ્તારમાં ગમે ત્યાં ઝેરી સાપ નીકળ્યો હોવાની માહિતી મળતાં જ સંતોષ ત્યાં પહોંચી ગયો અને સાપને પકડી લીધો, પછી તેને ત્યાંથી દૂર લઈ ગયો અને છોડી દીધો. આવા જ એક કિસ્સામાં જામુઆ ગામમાં ગ્રામજનોએ એક ઝેરી સાપ જોયો અને સંતોષને તેને પકડવા માટે બોલાવ્યો. સંતોષે માત્ર 10 મિનિટમાં જ ઝેરી સાપને પકડી લીધો. ત્યાર બાદ તેને કપડામાં લપેટીને તેના ઘર પાસે લઈ આવ્યો હતો.
પછી ગામના લોકોની સામે તેણે સાપને હાથમાં લઈને સ્ટંટ કરવાનું શરૂ કર્યું. ઘણી વખત લોકોએ ના પાડી, પણ તે માન્યો ન હતો. સંતોષે પોતાની જીભ વડે સાપને ઘણી વાર ચુંબન કર્યું. ક્યારેક તે સાપને ખભા પર રાખીને રમવા લાગ્યો તો ક્યારેક તેને જમીન પર છોડી દીધો. આ દરમિયાન સાપે તેને ડંખ માર્યો અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેની તબિયત લથડતાં ડોક્ટરોએ તેને જિલ્લા હોસ્પિટલ દેવરિયામાં મોકલી આપ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.
ગ્રામજનોનું કહેવું છે કે, સંતોષ દારૂના નશામાં સાપ સાથે સ્ટંટ કરતો હતો. તેને આ સ્ટંટ કરતા રોકવામાં પણ આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી, સંતોષના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી હતી. મૃતકના પિતા મન્ની પ્રસાદે જણાવ્યું કે, પાડોશનો એક યુવક સાપને પકડવા માટે તેના પુત્રને સાથે લઈ ગયો હતો. જો હોસ્પિટલ પહોંચવામાં વિલંબ ન થયો હોત તો તેમનો પુત્ર બચી શક્યો હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.