રસોડામાં રહેલા આ મસાલા અનેક બીમારીઓ માટે છે રામબાણ ઈલાજ- મોટાભાગના લોકો નહિ જાણતા હોય આ…

આપણે રસોડામાં જે મસાલાનો ઉપયોગ રસોઈ માટે કરીએ છીએ તે પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા દ્વારા ઉપયોગમાં લેવાતા મોટાભાગના મસાલાઓમાં ઔષધીય…

આપણે રસોડામાં જે મસાલાનો ઉપયોગ રસોઈ માટે કરીએ છીએ તે પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા દ્વારા ઉપયોગમાં લેવાતા મોટાભાગના મસાલાઓમાં ઔષધીય ગુણ હોય છે. જે શરીરને અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે. હળદર, જીરું, લવિંગથી લઈને કાળા મરી અને હિંગ સુધી આ તમામ મસાલા રસોડામાં સરળતાથી મળે છે. જો કે આપણે તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ, પરંતુ આ મસાલાઓ શરીરમાં પણ ઘણા ફાયદાકારક હોય છે.

હળદર: હળદર એ ભારતીય રસોડાનો મુખ્ય મસાલોઓ માનો એક માનવામાં આવે છે. હળદરનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો હોય છે. તેનો ઉપયોગ પીડા નિવારક તરીકે પણ થાય છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

જીરું: જીરુંને ઉમેરીયા વિના ઘરે બનાવેલા શાક કે ભાતમાં મજા નથી આવતી, પરંતુ શું તમે જાણો છો કે જીરું ટેસ્ટી હોવાની સાથે શરીરની અનેક બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવાનું કામ પણ કરે છે.

કાળા મરી: શરદી, ઉધરસ સહિત અન્ય ચેપમાં કાળી મરીનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરી શકે છીએ. આપણું પાચનતંત્ર સારું રાખવાની સાથે માંસપેશીઓના દુ:ખાવામાં પણ રાહત આપે છે.

હિંગ: મસૂરની દાળનો સ્વાદ હીંગને ભેળવ્યા વગર આવતો નથી. આ તો ખાવાની વાત છે, પરંતુ હિંગ શરીર માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તે કફ અને પેટના દુ:ખાવામાં ખૂબ જ ઉપયોગી છે. તેમાં બીજા ઘણા ઔષધીય ગુણો પણ છે.

લવિંગ: લવિંગનો ઉપયોગ ગમે ત્યારે કરી શકાય છે. ખાસ કરીને દાંતની સમસ્યાઓમાં તે ફાયદાકારક છે. દાંતમાં દુ:ખાવો થતો હોય કે પેઢામાં સોજો આવતો હોય તો લવિંગનું તેલ ખૂબ જ રાહત આપે છે. તેનો ઉપયોગ ઉધરસ માટે પણ થાય છે.

તજ: તજ ઝાડની છાલ જેવા હોય છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે શરદી, ઝાડામાં પણ વપરાય છે. તે ખૂબ જ ફાયદાકારક રસોડાનો મસાલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *