તમારી હથેળીમાં રહેલી અલગ-અલગ રેખાઓ તમારા ભાગ્ય ખોલી શકે છે. તમારા જમણા હાથની હથેળીમાં રહેલી કેટલીક રેખાઓ વિશે તમે જાણીને નવાઈ લાગશે. જેના વિશે તમે પહેલા ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. જો તમે પણ તમારા હાથમાં રહેલી રેખાઓ ના અર્થ જાણી લેશો તો તમે ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓથી બચવાના ઉપાય કરી શકો છો.
ખાસ કરીને તમારે જાણવું જોઈએ કે તમારા હાથમાં આવેલી સ્વાસ્થ્યની રેખા કેવી છે. આ સ્વાસ્થ્ય રેખા દ્વારા તમે તમારા સમગ્ર જીવન દરમિયાન તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે તે જાણી શકો છો. સ્વાસ્થ્ય રેખા વિશે જાણ્યા બાદ તમે તમને તેના રોગોથી સહજ રહીને આવનારી મુશ્કેલીઓથી બચી શકો છો.
હસ્તરેખા વિજ્ઞાનમાં જણાવવામાં આવ્યું છે કે, તમારી હથેળીમાં સ્વાસ્થ્ય રેખા કોઈ પણ જગ્યાએથી શરૂ થઈ શકે છે. પરંતુ તેનો અંત ફક્ત બુધ પર્વત પર જ થાય છે. આ બુધ પર્વત તમારી હથેળી માં આવેલ સૌથી નાની આંગળીના ઉપરના ભાગને કહેવામાં આવે છે. તમારા હાથની સૌથી નાની આંગળીના ટોચ પર આવનાર રેખાને સ્વાસ્થ્ય રેખા કહેવામાં આવે છે. આ રેખા જેટલી સાફ, સ્પષ્ટ અને સુંદર હોય છે તેટલું જ તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
જે લોકોની હથેળીમાં સ્વાસ્થ્ય રેખા આછા પીળા રંગની જોવા મળે તેવા લોકો ગુપ્ત રોગથી પીડાતા હોય છે. અને આવા લોકોને યોન રોગો થવાની સંભાવના રહેલી છે. જે વ્યક્તિની હથેળીમાં હદય રેખા અને સ્વાસ્થ્ય રેખા બુધ પર્વતની ટોચ ઉપર મળતી હોય તેવા લોકોને હાર્ટ અટેક આવવાની સંભાવના પણ રહેલી છે. જે લોકોની હથેળીમાં સ્વાસ્થ્ય રેખા શુક્ર પર્વત થી શરૂ થતી હોય તેવા લોકોને પ્રજનન સંબંધી અથવા યોન રોગોની આશંકા રહેલી છે. તમારા હથેળીમાં આવેલ અંગૂઠાના નીચેના ભાગને શુક્ર પર્વત તરીકે ઓળખવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.