જાણો સી આર પાટીલ વિશે જે બન્યા છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ, PM મોદી સાથે છે ગાઢ સંબંધ

ગુજરાત રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને છેલ્લા કેટલાક સમયગાળાથી અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે ભાજપ હાઇકમાન્ડે નવસારીના સાંસદ અને ભાજપના પીઢનેતા સી.આર.પાટીલને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી આર પાટીલ (CR Patil)ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ જીતુભાઈ વાઘાણીનું સ્થાન લેશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ જેટલા વર્ષથી જીતુ વાઘાણી ભાજપની કમાન સંભાળી રહ્યા હતા. હવે જીતુ વાઘાણીને ગુજરાતના ગૃહ મંત્રી બનાવી શકાય છે તેવી માહિતી રાજકીય સુત્રોએ આપી છે. અહી સી આર પાટીલની રાજનીતિ ની શરૂઆત થી હાલ સુધીની માહિતી આપવામાં આવી છે જે તેઓની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

એમનું પૂરું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે પણ લોકો તેમને સી આર પાટીલ ના નામથી જ ઓળખે છે.

જાહેરજીવનમાં છેક ૨૫ ડીસેમ્બર ૧૯૮૯માં ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનીને શરૂઆત કરી. એ પછી તો સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ બન્યા અને પછી શહેરના ઉપપ્રમુખ પણ બન્યા. પક્ષના સભ્ય અને હોદ્દેદાર તરીકે જે જવાબદારી આપવામાં આવી તે તમામનું અત્યંત સફળતા પૂર્વક વહન કર્યુ અને એમાં જ એમની સાંગઠનીક શક્તિ, નેતૃત્વના સબળ ગુણ અને સક્ષમ આયોજન ક્ષમતાઓ જોવા મળી. એક પણ ચૂંટણી લડ્યા વિના સી.આર.પાટીલની ગણના ચૂંટણીના વ્યુહરચનાકાર તરીકેની થવા લાગી જે આજે પણ અકબંધ છે.

ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને પ્રથમ જી.આઈ.ડી.સી અને પછી જી.એ.સી.એલ. ના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી. જે એમને કુશળતાપૂર્વક નિભાવી હતી. એ પછી સતત ભાજપના સંગઠનમાં શહેર અને પ્રદેશ કક્ષા જવાબદારીઓ એમને નિભાવી છે. લોકસભા, વિધાનસભા, મ્યુનીસીપલ કોર્પોરેશન, પંચાયત તમામ ચૂંટણીમાં પક્ષને વધુ બેઠક અને લાંબી લીડથી જીતાડવા માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન સી.આર.પાટીલ એ કર્યા છે.

વર્ષ ૨૦૦૯માં ૧૫મી લોકસભા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવરચિત નવસારી લોકસભા માટે સી.આર.પાટીલની પસંદગી બીજેપીના ઉમેદવાર તરીકે કરી. જાહેર જીવનમાં ૨૦ વર્ષ કાર્ય કર્યા પછી પ્રથમ વખત ચૂંટણી લડી અને એકદમ પ્રભાવી યશસ્વી રીતે વિજયને વર્યા. પ્રજાના સાંસદ તરીકેની એમની સક્રિયતા અને પ્રજાના મુદ્દે એમની લડતની નોધ સમગ્ર દેશમાં પહોચી. સાંસદ તરીકે સંસદમાં, પોતાના સંસદીય ક્ષેત્રમાં સતત કાર્ય અને સતત લોકસંપર્ક એ એમની ઓળખ બની રહી.

સાંસદ બન્યા એ પેહલા કે પછી પણ એમના ૯, અંબાનગરના કાર્યાલયમાં કામ લઈને કે મદદ માટે આવેલ વ્યક્તિને ક્યારેય નિરાશ થવું પડ્યું નથી. સાંસદ તરીકે સી.આર.પાટીલએ એવા અનેક કર્યો કાર્ય જે એમની પેહલા સમગ્ર દેશમાં કોઈ સાંસદે નથી કર્યા. સાંસદની કચેરીમાં આઈએસઓ હોય એવું આઝાદ ભારતમાં કોઈને જે વિચાર ના આવ્યો એનો અમલ પણ એમણે કર્યો. કામ અને રજૂઆતની યાદી સતત વધતી રહે છે અને સાથે જ એમની લોકપ્રિયતા પણ..

આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ૨૦૧૪મા ચૂંટણી યોજાઈ તેમાં પણ સી.આર.પાટીલની પસંદગી નવસારી માટે કરવામાં આવી અને એક પણ મોટી જાહેરસભા વિના, માત્ર લોકસંપર્ક દ્વારા સી.આર.પાટીલ સૌથી વધુ લીડ મેળવનાર ઉમેદવાર તરીકે દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નિવૃત સેના અધ્યક્ષ જનરલ વી.કે.સિંહ પછી ત્રીજા નંબરે રહ્યા હતા. વડાપ્રધાન એ જયારે સાંસદોને એક એક ગામ દત્તક લઇને વિકસાવવાનું આહવાન કર્યુ. સી.આર.પાટીલએ ચીખલી ગામને દત્તક લીધું અને દેશમાં સૌથી ઝડપી આદર્શ ગામ બનાવી ચીખલીની કાયાપલટ કરી નાખી. સાંસદ પોતાના મતદારના આંગણે પહોચે એ માટે એમણે મોબાઈલ કચેરી શરુ કરીને મતવિસ્તારના દરેક ગામ સુધી પહોચવાની શરૂઆત કરી અને લોકોને સરળતા કરી આપી. સાંસદ તરીકેની બીજી ટર્મ માં હવે સરકાર પાસેથી સુરત અને નવસારીને લગતા અનેક પ્રશ્નોનું નિરાકરણ એ લાવવામાં સતત કાર્યરત છે.

સાંસદ તરીકેતો એ અનેક જવાબદારી નિભાવે જ છે પરંતુ ૩ દીકરી અને ૧ દીકરાના પિતા અને શ્રીમતી ગંગાબહેન પાટીલના પતિ તરીકે એક પરિવારને પણ એ એટલોજ સમય અને સ્નેહ આપે છે. સતત વ્યસ્તતા વચ્ચે એ જાહેર જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *