હવે ઘરે જ બનાવો બહાર જેવા ‘લેમન રાઈસ’ -એકવાર ચાખશો તો વારંવાર ખાવાનું મન થશે

જેવું સાઉથ ઇન્ડિયન ખાવાનું નામ પડે કે તરત દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. આજે ફરી વખત અમે તમારા માટે લેમન રાઇસની રેસીપી લઇને…

જેવું સાઉથ ઇન્ડિયન ખાવાનું નામ પડે કે તરત દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. આજે ફરી વખત અમે તમારા માટે લેમન રાઇસની રેસીપી લઇને આવ્યા છીએ જેને તમે ખુબ જ આનંદથી ખાશો. આજે અમે તમારા માટે સાઉથ ઇન્ડિયનની ફેમસ ડિશ લેમન રાઇસ લઇને આવ્યા છીએ તેને ઘરે તેમ સહેલાઇથી બનાવી શકો છો. આ ડીશ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

લેમન રાઈસ બનવવા માટે સૌ પ્રથમ ચોખાને બરાબર ધોઇ લો અને તેને 20 મિનિટ પલાળીને રાખો. હવે તેને મીડિયમ આંચ પર એક પ્રેશર કૂકરમાં મીઠું ઉમેરીને એક સીટી વાગવા દો. બીજી તરફ એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેમા રાઇ અને હીંગ ઉમેરી લો.

ત્યારબાદ તેમા સૂકા લાલ મરચા અને ચણાની દાળને સાંતળી લો. હવે તેમા સીંગદાણા અને લીમડો ઉમેરો. બાદમાં તેમા રાંધેલા ભાત, મીઠું અને હળદર ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ બાદ તેમા લીંબુનો રસ મિક્સ કરીને હલાવો. હવે ગેસ બંધ કરી દો. તો હવે તૈયાર છે લેમન રાઇસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *