સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં બટેટાનું શાક તો બનતું જ હોય છે. પરંતુ આજે અમે તમારા માટે આલૂ મખાના સબ્જીની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તે આપણા સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે. તેમા વિટામીન, આયરન, ફાઇબર સહિતના એન્ટી ઓક્સીડેન્ટ્સ ગુણોથી ભરપૂર મખાના માંસપેશીઓ તેમજ હાડકાંને મજબૂત કરે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે, કેવી રીતે બને છે મખાના શાક કેવી રીતે બને.
જરૂરી સામગ્રી:
2 નંગ બાફેલા બટેટા,
1 બાઉલ મખાના,
2 નંગ લીલા મરચા,
1 નાની ચમચી અને આદુ પેસ્ટ,
1/2 ચમચી જીરૂ,
1 ટૂકડો તજ,
2 નંગ ટામેટાની પ્યુરી,
1/2 ચમચી હળદર,
1/2 ચમચી ગરમ મસાલો,
સ્વાદાનુસાર મીઠું,
જરૂરિયાત મુજબ તેલ,
જરૂરિયાત મુજબ પાણી,
1 મોટી ચમચી કોથમીર
બનાવવાની રીત:
સૌ પ્રથમ પેનમાં મખાના ફ્રાય કરીને અલગ રાખો. તે પેનમાં તેલ ગરમ કરીને જીરૂ, તજ, લીલા મરચાં, આદુની પેસ્ટ સાંતળી નાખો. હવે ટોમેટો પ્યુરી અને અન્ય મસાલા તેમજ બટેટા ઉમેરી લો ત્યારબાદ તેમા પાણી અને મખાના ઉમેરો. પેનને ઢાંકીને ગેસની ધીમી આંચ પર 5 મિનિટ સુધી સીજવા દો. જો તમારે ગ્રેવી વાળુ શાક રાખવી હોય તો તમે ઓછું સીજવા દો. તૈયાર છે તમારા આલૂ મખાના. તેને સર્વિગં ડિશમાં નીકાળીને પરાઠા કે પુરી સાથે ગર્મા ગરમ સર્વ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.