હમણાં કોરોનાને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં લોકો ફરી ધાર્મિક સિરિયલો જોતા થયા છે. લોકડાઉનમાં રામાયણ અને મહાભારત ફરી બતાવવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકો ઘરમાં બેસીને કંટાળી ના જાય અને લોકોમાં એક ભક્તિનો ભાવ બની રહે.
બીજી બાજુ મહાભારત અને રામાયણમાં ઘણા એવા પ્રસંગો છે જેના વિશે આપણને ખબર હોતી નથી. ત્યારે હાલ સોશિયલ મીડિયા સહિત ન્યૂઝ વેબસાઈટો પર મહાભારત અને રામાયણના પ્રસંગોને લઈને અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે. આજે પણ અમે તમને મહાભારતના એક પ્રસંગ વિશે જણાવીશું. જેમાં ગાંધારીએ એક સાથે કઈ રીતે 100 કૌરવોને જન્મ આપ્યો હતો. આ ઘટના પણ રહસ્યથી ભરેલી છે, જો તમે ના જાણતા હોય તો વાંચીને તમને થોડું અજાગતું પણ લાગશે.
મહાભારતમાં 100 કૌરવોનો જન્મનું રહસ્ય મોટા ભાગના લોકો જાણતા નહીં હોય. પરંતુ તે એક ચમત્કાર છે કે એક માતા એક સાથે 100 પુત્રોને જન્મ કંઈ રીતે આપી શકે. આ એક ઘૂંટાતું રહસ્ય છે જે આજે અમે તમને આ અહેવાલ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ. મહાભારતની ગાંધારીના પેટથી 100 પુત્રોનો જન્મ કોઈ પ્રાકૃતિક ગર્ભ ઘટના નહીં પરંતુ એક એવી ઘટના છે કે જે ભારતના પ્રાચીન રહસ્યમયી વિજ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ છે.
ગાંધારીના 100 પુત્રોનું રહસ્ય
મહારાણી ગાંધારી ઘણી ધાર્મિક પ્રવૃત્તિની સ્ત્રી હતી. ગાંધારીની સેવાથી પ્રભાવિત થઈને મહર્ષિ વેદ વ્યાસે 100 પુત્ર થવાના આશીર્વાદ આપ્યા હતા. મહર્ષિ વેદ વ્યાસના વરદાનથી ગાંધારી ગર્ભવતી બની હતી. પરંતુ થોડાક દિવસ પછી તેને ખબર પડી કે એમના ગર્ભમાં એક નહીં પરંતુ 100 બાળકોનો ગર્ભ છે. એક સામાન્ય સ્ત્રીના ગર્ભમાં 9 મહિનાનું બાળક હોય છે તેવી સ્થિતિમાં મહાભારતની ગાંધારીના પેટમાં 2 વર્ષ સુધી ગર્ભવતી બની રહી હતી.
24 મહિના પછી પણ જ્યારે ગાંધારીને પ્રસૃતિ થઈ નહોતી ત્યારે લોકો અલગ અલગ વિચારો કરવા લાગ્યા હતા. આખરે કંટાળીને ગાંધારીએ ગર્ભને પાડી નાંખવાનો નિર્ણય લીધો હતો. ગાંધારીએ પોતાના બાળકનું ગર્ભપાત કરાવ્યુ તો એમાંથી લોખંડની જેમ એક માંસનું એક પિંડ નિકળ્યું, જેને જોઈને લોકો ગભરાઈ ગયા હતા અને અનેક વાતો થવા લાગી હતી.
એક માન્યતા એવી પણ છે કે, આખી ઘટનાને તે વખતે મહર્ષિ વેદ વ્યાસ નિહાળી રહ્યા હતા. અને ગાંધારીના મોઢે ગર્ભપાતની વાત સાંભડતા જ તેઓ હસ્તિનાપુર દોડી આવ્યા હતા. એમણે મહારાણીના ગર્ભથી નીકળેલા માંસ પિંડ પર પોતાના કમન્ડરમાંથી જળ છાંટ્યું હતું. પિંડ પર જળ નાખતા જ માંસના પિંડના 101 ટુકડા થઈ ગયાં હતા. ત્યારબાદ વેદ મહર્ષિએ ગાંધારીને આ માંસના પિંડને ઘીથી ભરેલા 101 કુંડામાં નાખીને 2 વર્ષ સુધી રાખી મૂકવા જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.